Get The App

વડોદરામાં સ્ટ્રીટ વેન્ડર પોલિસીના અમલને અગાઉ હંગામી બનાવવામાં આવેલી કમિટીને સત્તાવાર મંજૂરી અપાશે

Updated: Dec 31st, 2025

GS TEAM

Google News
Google News
વડોદરામાં સ્ટ્રીટ વેન્ડર પોલિસીના અમલને અગાઉ હંગામી બનાવવામાં આવેલી કમિટીને સત્તાવાર મંજૂરી અપાશે 1 - image

Vadodara Corporation : વડોદરા શહેર હદ વિસ્તારમાં ધંધો રોજગાર કરતા લારી-ગલ્લા/પથારાના ફેરીયાઓને રોજીરીટી આજીવીકા મળી રહે અને શહેરી ફેરીયાઓના ઉત્કર્ષ માટે સરકારની વિવિધ યોજનાઓનો અમલ સરળતાથી થઈ શકે અને ટ્રાફીકની સમસ્યાનું નિરાકરણ લાવવા અને ફેરીયાઓ દ્વારા થતી ગંદકી પર અંકુશ લાવી શહેરીજનોની સુખાકારી/જાહેર આરોગ્ય જળવાઈ રહે અને રસ્તા જાહેર સ્થળોમાં ગીચતા વધે નહી તે રીતે શહેરી શેરી ફેરીયાઓને પાલિકા દ્વારા યોગ્ય જગ્યાએ શીકટ કરવા સ્ટ્રીટ વેન્ડીંગ પોલીસી અંતર્ગત હોકર્સ માટે સ્ટ્રીટ વેન્ડીંગ એગેની નીતી નક્કી કરવી જરૂરી જણાય છે. જે માટેની દરખાસ્ત સ્થાયી સમિતિમાં રજૂ કરવામાં આવી છે.

 મ્યુનિસિપલ કમિશનરની કચેરી દ્વારા હુકમ કરી ડે.મ્યુનિ. કમિશનર(વ)ના અધ્યક્ષ સ્થાને 7 સભ્યોની સમિતી બનાવવામાં આવેલ છે. સમિતિ દ્વારા કામગીરીને વેગ આપવા માટે નિયમિતપણે બેઠકો યોજવાની રહેશે અને તેનો પ્રાથમિક અહેવાલ મ્યુનિસિપલ કમિશનરને રજુ કરી કાર્યવાહી કરશે. સમિતિ દ્વારા સ્ટ્રીટ વેન્ડર્સ અને હોકિંગ ઝોન સંબંધિત હાલની નીતિઓનો વિગતવાર અભ્યાસ કરી જરૂરી સુધારા સૂચવવા અથવા નવી વ્યાપક નીતિ ઘડવાની રહેશે. શહેરમાં સર્વેક્ષણ કરી 'હોકિંગ ઝોન' અને ‘નો-હોકિંગ ઝોન' સ્પષ્ટપણે નિર્ધારિત કરવા માટે અભ્યાસ કરશે.

 નો-હોકિંગ ઝોનમાંથી વિસ્થાપિત થતા ફેરિયાઓ માટે યોગ્ય વૈકલ્પિક સ્થળો કે વ્યવસ્થા સૂચવવી.

ફેરિયાઓની પ્રવૃત્તિ ટ્રાફિકમાં અવરોધરૂપ ન બને તથા હોડિંગ ઝોનમાં સ્વચ્છતા અને આરોગ્યના ઉચ્ચ ધોરણો જળવાય તે માટેના ઉપાયો સૂચવવા ફેરિયાઓને નિયત જગ્યાઓની ફાળવણી સમયસર અને સુવ્યવસ્થિત રીતે થાય તે માટેની યોજના ઘડવી.

પાલિકા હસ્તકના ટી.પી/નોન-ટી.પી/ રસ્તા પૈકીની જગ્યામાં સ્ટ્રીટ વેન્ડર્સને ફાળવવા આવશે.

 હાલમાં ઉપરોકત સંદર્ભથી ધી ગુજરાત સ્ટ્રીટ વેન્ડર્સ (પ્રોટેક્શન ઓફ લાઇવલીહુડ એન્ડ રેગ્યુલેશન ઓફ સ્ટ્રીટ વેન્ડીંગ ) રૂલ્સ.2016 અન્વયેની પ્રોવિઝનલ ટાઉન વેન્ડીંગ કમિટીને મંજૂરી મળવા દરખાસ્ત કરવામાં આવેલ છે. જે હાલમાં સામાન્ય સભામાં નિર્ણય અર્થે પેન્ડીંગ છે. જેને સામાન્ય સભાની મંજૂરી મળે ત્યાં સુધી સ્ટ્રીટ વેન્ડર્સ માટે ઉપર મુજબ વૈકલ્પીક વ્યવસ્થા કરવા હંગામી ધોરણે એક નવીન સ્ટ્રીટ વેન્ડીંગ કમીટી બનાવી અમલ કરવા મંજુરી મેળવવાની થાય છે.

કમિટી હાલ પુરતા નિર્ણયો લઇને અમલ કરશે. હાલની હંગામી ધોરણે બનાવવામાં આવનાર કમિટી હાલમાં શહેરમાં વ્યવસ્થા જળવાય રહે તે હેતુ માટે નિર્ણયો કરશે. હંગામી કમિટી શહેરી ફેરીયાઓ માટે જગ્યા નક્કી કરી યોગ્ય જગ્યાએ ફેરીયાઓને શીફ્ટ કરવાની કમગીરી કરશે. જરૂરી નિયમો બનાવવા તેમજ તેને આનુંસાગિક તમામ કાર્યવાહી કરવા હાલ પુરતી પ્રોવિઝનલ ટાઉન વેન્ડીગને સમાંતર હંગામી સ્ટ્રીટ વેન્ડીંગ કમિટીની રચના કરવા તથા તે અંગે જરૂરી નિતી નિયમો નક્કી કરવા અંગેની મંજુરી મેળવવાની થાય છે. હંગામી કમિટી પ્રોવિઝનલ ટાઉન વેન્ડીંગને સમગ્ર સભાની મંજુરી મળ્યા બાદ અમલમાં આવે ત્યાં સુધી અમલમાં રહેશે.