જામનગરમાં દિગ્વિજય પ્લોટ વિસ્તારમાંથી એક સ્ટ્રીટવેન્ડર મોબાઈલ ફોનમાં ક્રિકેટ મેચનો સટ્ટો રમતાં પકડાયો : મુખ્ય બુકીનું નામ ખુલ્યું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar : જામનગરના સિટી એ. ડિવિઝનના પોલીસ સ્ટાફે દિગ્વિજય પ્લોટ શેરી નંબર 57 માં ખાઉધરી ગલીમાં દરોડો પાડી એક સ્ટ્રીટવેન્ડરને પોતાના મોબાઈલ ફોનમાં આઈડી મારફતે ક્રિકેટ મેચનો સટ્ટો રમવા અંગે પકડી પાડ્યો છે, ત્યારે તેની પૂછપરછ દરમિયાન આઈડી આપનાર અને સોદાની કપાત કરનાર મુખ્ય બુકીનું નામ ખુલ્યું છે.
જામનગરના સીટી એ. ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા ગઈકાલે સાંજે દિગ્વિજય પ્લોટ શેરી નંબર 57 માં પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું હતું, જે દરમિયાન ખાઉધરી ગલીમાં એક ફેરિયો પ્રફુલ પ્રેમજીભાઈ દામા કે જે પોતાના મોબાઈલ ફોનમાં ક્રિકેટની આઈડી મારફતે શ્રીલંકા-બાંગ્લાદેશ વચ્ચેની વન-ડે ક્રિકેટ મેચનું લાઇવ પ્રસારણ નિહાળી તેમના પર હારજીતના સોદા કરી રહેલો મળી આવ્યો હતો.
જેથી પોલીસ દ્વારા તેની અટકાયત કરી લઈ તેની પાસેથી રોકડ રકમ અને મોબાઈલ ફોન વગેરે કબજે કરી લેવામાં આવ્યા હતા. પોલીસની પૂછપરછ દરમિયાન તેણે જામનગરના લાલો ઉર્ફે બાલાજી નામના શખ્સ પાસેથી ક્રિકેટની આઈડી મેળવી હોવાનું અને તેના મારફતે ક્રિકેટના સોદાની કપાત કરતો હોવાનું કબૂલ્યું હોવાથી પોલીસે લાલો ઉર્ફે બાલાજીને ફરાર જાહેર કરી તેની શોધખોળ હાથ ધરી છે.









