વડોદરાની મકરપુરા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના મુખ્ય માર્ગો પર 1.43 કરોડના ખર્ચે સ્ટ્રીટ લાઇટ
Vadodara Corporation : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મકરપુરા જીઆઇડીસી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના મુખ્ય રસ્તાઓ ઉપર 1.43 કરોડના ખર્ચે સ્ટ્રીટ લાઈટ નાખવામાં આવી છે. વડોદરા શહેરના દક્ષિણ વિસ્તારમાં આવેલ મકરપુરા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના મુખ્ય રસ્તાઓ ઉપર કુલ 240 પોલ તથા 320 એલઇડી સ્ટ્રીટલાઇટ લગાડવામાં આવી છે.
આ સુવિધા માટે અન્ડરગ્રાઉન્ડ કેબલ વર્ક 10 કિ.મી લંબાઇમાં કરવામાં આવ્યું છે. હવે અંદરના જે માર્ગો છે ત્યાં 650 એલઇડી સ્ટ્રીટ લાઈટ અને પોલની કામગીરી હાથ ધરવામાં આવશે. આ માટે અઢી કરોડનો ખર્ચ થવાનો છે અંડર ગ્રાઉન્ડ કેબલ વર્કની કામગીરી પૂર્ણ થયા બાદ રોડનું કામ હાથ પર લેવામાં આવશે, તેમ જાણવા મળ્યું છે. સ્ટ્રીટ લાઈટની કામગીરી થવાથી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં રાત્રિ દરમિયાન અવર-જવર કરતા નાગરીકોને રાહત રહેશે. આ કામગીરી એર્નજી એફિશિયન્ટ એલઇડી સ્ટ્રીટલાઈટ ફિટીંગો તથા સેન્ટ્રલી કંટ્રોલ્ડ મોનિટરિંગ સિસ્ટમ પેનલનો ઉપયોગ કરવામાં આવેલ છે. જેના લીધે લાઈટ ચાલુ બંધ છે કે કેમ તે ઓફિસમાં બેઠા બેઠા જાણી શકાશે બંધ કરવી હોય તો પણ રિમોટ કંટ્રોલથી બંધ કરી શકાશે.