Gujarat

જામનગરમાં રણજીતસાગર રોડ પર લટકતો ભય! સ્ટ્રીટ લાઈટનો થાંભલો ધરાશાયી, વૃક્ષ બન્યું ‘તારણહાર’

By GS TEAM
7 May 20261 min read
TukuTouch Logo
મનપાની ટીમે અડધો કલાકમાં વીજ પોલ સહી સલામત દૂર કર્યો : અજાણ્યા વાહન ચાલકે વીજપોલને ટક્કર માર્યાનું તારણ, તંત્ર દ્વારા શોધખોળ

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરમાં રણજીતસાગર રોડ પર લટકતો ભય! સ્ટ્રીટ લાઈટનો થાંભલો ધરાશાયી, વૃક્ષ બન્યું ‘તારણહાર’

Jamnagar : જામનગર શહેરના પોશ વિસ્તાર ગણાતા રણજીતસાગર રોડ પર ગઈ રાત્રે સ્ટ્રીટ લાઈટનો એક વિશાળ થાંભલો અચાનક જમીનમાંથી ઉખડી જતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સદનસીબે થાંભલો સીધો રોડ પર પડવાને બદલે બાજુમાં આવેલા વૃક્ષ પર લટકી પડતાં મોટી જાનહાની ટળી હતી.

બનાવના સમયે રોડ પરથી વાહનોની અવરજવર ચાલુ હતી, પરંતુ થાંભલો વૃક્ષ પર અટકી જતા ત્યાંથી પસાર થતાં વાહનચાલકો અને રાહદારીઓનો ચમત્કારિક બચાવ થયો હતો. ઘટનાને પગલે થોડા સમય માટે લોકોના ટોળેટોળા એકત્ર થયા હતા અને ટ્રાફિક પર પણ અસર જોવા મળી હતી.

પ્રાથમિક અનુમાન મુજબ કોઈ અજાણ્યા વાહનચાલકે સ્ટ્રીટ લાઈટના થાંભલાને ટક્કર મારી હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. અકસ્માત સર્જનાર વાહનચાલકને શોધવા માટે તપાસ પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.

ઘટનાની જાણ થતાં જ મહાનગરપાલિકાની લાઇટ શાખાની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને જોખમી રીતે લટકી રહેલા થાંભલાને સુરક્ષિત રીતે દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. સાથે સાથે તે સ્થળે નવો સ્ટ્રીટ લાઈટનો થાંભલો ઉભો કરવાની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી હતી. સમગ્ર ઘટનામાં કોઈ જાનહાની કે ઈજા નોંધાઈ નહોતી, જેને કારણે સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો.