Gujarat

માંજલપુરમાં શેરી કૂતરાને માથામાં લાકડીના ફટકા મારતા મોત

By GS TEAM
18 Aug 20251 min read
માંજલપુરમાં શેરી કૂતરાને માથામાં લાકડીના ફટકા મારતા મોત

વડોદરા,શેરી કૂતરાના માથા પર લાકડીના  ફટકા મારી મોતને ઘાટ ઉતારનાર સામે માંજલપુર પોલીસે ગુનો દાખલ કર્યો છે.

માંજલપુર  તુલસીધામ ચાર રસ્તા પાસે સ્વામી સહજાનંદ નગરમાં રહેતા રેખાબેન દિપકભાઇ પવારે કૂતરાઓના રક્ષણ માટે કામ કરતી સંસ્થાના ચંચલબેનને કોલ કરીને જણાવ્યું હતું કે, તુલસીધામ ચાર રસ્તા પાસે સ્વામી સહજાનંદ નગરમાં એક નશેબાજે શેરી કૂતરાને માથામાં લાકડીના ફટકા મારતા કૂતરો મરી ગયો છે. જેથી, ચંચલબેને સ્થળ પર જઇને તપાસ કરતા એવી વિગતો જાણવા મળી હતી કે, એક કિશોરી પાલતુ કૂતરાને લઇને ચાલવા નીકળી હતી. તે દરમિયાન સફેદ અને લાલ કલરના શેરી કૂતરાને જોઇને તે ડરી ગઇ હતી. જેથી, સોસાયટીમાં રહેતા પ્રવિણ મધુકરભાઇ કદમ (રહે. સ્વામી સહજાનંદ સોસાયટી) લાકડી લઇને ધસી આવ્યા હતા. તેણે કૂતરાને લાકડીના ફટકા માથામાં મારતા તેનું મોત થયું હતું.ચંચળબેનની ઉપરોક્ત વિગતો દર્શાવતી ફરિયાદના આધારે માંજલપુર પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.