વિરમગામ શહેરમાં રખડતા પશુઓનો આતંક
- નગરપાલિકા તંત્ર એ માત્ર જાહેરનામું બહાર પાડીને તમાશો જુએ છે
વિરમગામ : વિરમગામ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી મુખ્ય માર્ગો અને શેરી ગલી મોહલ્લામાં જ્યાં જુઓ તા રખડતા પશુઓનો આતંક જોવા મળી રહ્યો છે સરકારી કચેરીઓમાં પણ રખડતા પશુઓ પોતાનો અડીંગો જમાવીને આરામ ફરમાવી રહ્યા છે શહેરમાં સેવાસદણ રોડ મૂનસર રોડ ગોલવાડી દરવાજા રોડ બસ સ્ટેન્ડ રોડ સહિતના અનેક મુખ્ય માર્ગો પર દિવસ અને રાત દરમિયાન રખડતા પશુઓએ અડીંગો જમાવતા વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકી નો સામનો કરવો પડી રહ્યો છે તાજેતરમાં વિરમગામ નગરપાલિકા તંત્ર દ્વારા રખડતા પશુઓ માટે એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું પરંતુ આ જાહેરનામું માત્ર કાગળ પર હોય તેવું દેખાઈ રહ્યું છે ખુદ નગરપાલિકા તંત્ર પણ આ કામગીરી ન કરતી હોવાનું સ્થાનિકો આક્ષેપ લગાવી રહ્યા છે ભૂતકાળમાં અનેક જગ્યાઓએ મુખ્ય માર્ગો પર રખડતા પશુઓને લઈને લોકોને પશુઓના આતંક નો ભોગ બનતા અનેક કિસ્સાઓ સામે આવ્યા હતા પરંતુ નગરપાલિકા તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી ન કરાતા સ્થાનિકોમાં હાલ ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે