ઉધના રેલ્વે સ્ટેશન ખાતેનો બ્લોક દૂર થતા 8 ટ્રેનોના સ્ટોપેજ ફરી શરૂ થયા
Western Railways : ઉધના રેલ્વે સ્ટેશન ડેવલોપમેન્ટ અંતર્ગત કેટલીક ટ્રેનોના સ્ટોપેજ બંધ કરાયા હતા. ત્યારે હવે બીજા તબક્કાની કામગીરી પૂર્ણ થતા બંધ ટ્રેનોના સ્ટોપેજ આજથી ફરી શરૂ કરાયા છે.
ઉધના રેલ્વે સ્ટેશનની કાયાપલટ કરી વિશ્વ કક્ષાના સ્ટેશન તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે. ત્યારે પ્લેટફોર્મ નંબર 1 બીજા તબક્કાની કામગીરી પૂર્ણ થવા પામી છે. આ કામગીરીના કારણે બ્લોક લેવાતા ઉધના સ્ટેશન પર કેટલીક ટ્રેનોના સ્ટોપેજ હંગામી ધોરણે રદ કરાયા હતા. જે આજથી ફરી શરૂ કરાયા છે. જેમાં વલસાડ-અમદાવાદ ગુજરાત ક્વિન એક્સપ્રેસ, વલસાડ-વડોદરા પેસેન્જર, વિરાર-ભરૂચ એક્સપ્રેસ, વલસાડ-સુરત મેમુ, બોરીવલી-વટવા એક્સપ્રેસ, મુંબઈ-સુરત ફ્લાઈંગ ક્વીન એક્સપ્રેસ અને સંજન-સુરત મેમુ ટ્રેનો રોકાશે.