અમદાવાદ,બુધવાર,21 જુન,2023
અમદાવાદમાં જાહેર રસ્તા અને સ્થળોએ વધતા જતા લારી-ગલ્લા
સહિતના દબાણ અને ઈમ્પેકટફી ભરી ગેરકાયદે બાંધકામને નિયમિત કરવા માટેના કાયદા છતાં
વધી રહેલા ગેરકાયદે બાંધકામને રોકવા ફરી એક વખત મ્યુનિ.તંત્રની ડીમોલીશન સ્કવોર્ડ
શરુ કરવા મ્યુનિસિપલ કમિશનરે સુચના આપી છે.રોડ ઉપરના ખાડા પુરવા તથા તૂટેલી ફૂટપાથ
રીપેર કરવા ઈજનેરોને તાકીદ કરી છે.
મ્યુનિસિપલ કમિશનર એમ.થેન્નારસનની અધ્યક્ષતામા અધિકારીઓની
બેઠક મળી હતી.આ બેઠકમાં એસ્ટેટ વિભાગ દ્વારા કરવામા આવતી કામગીરીની સમીક્ષા કરાઈ
હતી.એસ્ટેટ વિભાગ તરફથી રોડ ઉપરથી દબાણ દૂર કરાયા બાદ ફરી એજ સ્થળે ફરી દબાણ થઈ
જાય છે.વિભાગ તરફથી તોડવામા આવતા ગેરકાયદેસર બાંધકામ પૈકી મોટાભાગના કીસ્સામા
ફરીથી પાછા બાંધકામ થઈ જાય છે.આ બાબતની ગંભીરતાને ધ્યાનમા લઈ મ્યુનિ.કમિશનરે ફરી
એક વખત મ્યુનિ.ની ડિમોલીશન સ્કવોર્ડ દબાણના મજૂરો,વાહનો અન્ય સુરક્ષા કર્મી સાથે અગાઉના વર્ષમાં જેમ કાર્યરત
કરવા સુચના આપી હતી.સ્ટ્રોમ વોટર લાઈનમાં સીવરેજના પાણી છોડતા કનેકશન કાપવામા
આવ્યા અંગે મ્યુનિ.અધિકારીઓએ વિગત આપતા કમિશનરે કનેકશન કાપ્યા હોય તો સીવરેજના
પાણી કઈ રીતે આવે છે એ અંગે તપાસ કરી રીપોર્ટ આપવા કહયુ હતુ.


