જામનગરની આયુર્વેદ યુનિવર્સીટીની ગર્લ્સ હોસ્ટેલની મહિલાના મકાનમાં પથ્થરમારો કરી કાચ તોડી નાખ્યા : ત્રણ શખ્સો સામે ફરિયાદ
Jamnagar : જામનગરમાં રામેશ્વર નગર નજીક માટેલ ચોકમાં રહેતા અને જામનગરની ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલમાં વોર્ડન તરીકે ફરજ બજાવતા શોભનાબેન હસમુખભાઈ પીઠડીયા કે જેઓએ પોતાના ઘરના બારીના કાચ તોડી નાખી નુકસાન પહોંચાડવા અંગે દિવ્યરાજસિંહ ઝાલા અને તેના અન્ય બે સાગરીતો સામે ફરિયાદ નોંધાવી છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર દિવ્યરાજસિંહના માતા સાથે ફરિયાદી શોભનાબેનને આજથી આઠ દિવસ પહેલા બોલા ચાલી અને ઝઘડો થયો હતો, જેનું મન દુઃખ રાખીને આ પથ્થરમારો કરાયાનું પોલીસમાં જાહેર થયું છે. પીએસઆઇ જે.પી.સોઢા વધુ તપાસ ચલાવે છે.