Get The App

અંબાજીથી મહેસાણા પરત જતી ત્રણ ખાનગી બસ પર પથ્થરમારો, પોલીસે ટીમો બનાવી તપાસ આદરી

Updated: Dec 22nd, 2024

GS TEAM


Google News
Google News
અંબાજીથી મહેસાણા પરત જતી ત્રણ ખાનગી બસ પર પથ્થરમારો, પોલીસે ટીમો બનાવી તપાસ આદરી 1 - image


Stones Pelted On Bus : અંબાજીથી દર્શન કરીને મહેસાણા પરત ફરી રહેલી ત્રણ ખાનગી બસ પર પાનસા નજીક પથ્થરમારો થયો હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં કોઈ યાત્રિકોને જાનહાનિ પહોંચી નહોતી, પરંતુ પથ્થરમારો થતા બસના કાચ તૂટી ગયા હતા. સમગ્ર ઘટના મામલે પોલીસે પથ્થરમારો કરનારા શખસોને ઝડપી પાડવા માટે કવાયત હાથ ધરી છે.  

અંબાજીથી મહેસાણા જતી ત્રણ ખાનગી બસ પર પથ્થરમારો

મળતી માહિતી મુજબ, અંબાજીથી મહેસાણા જતી હતી ખાનગી બસ પર પથ્થરમારો કરાયો હતો. અંબાજીથી દર્શન કરીને પરત જતી ત્રણ ખાનગી બસ પર પાનસા નજીક પથ્થરમારો થતાં બસના કાચ તૂટી ગયા હતા. જો કે, સમગ્ર ઘટનામાં સદનશીબે કોઈ માઈભક્તોને ઈજા પહોંચી ન હતી. 

આ પણ વાંચો: PMJAY યોજના અંગે સરકાર કાલે જાહેર કરશે SOP, આરોગ્યમંત્રી કરશે સત્તાવાર જાહેરાત

સમગ્ર ઘટના મામલે સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી હતી. જ્યારે ઘટના બાદ પોલીસે અલગ-અલગ ટીમો બનાવીને દર્શનાર્થીઓની બસ પર કોણે પથ્થરમારો કર્યો તેને લઈને વધુ તપાસ હાથ ધરી છે. 

Tags :