Get The App

કુંભારવાડામાં 2 જૂથ વચ્ચે પથ્થરમારો, 2 લોકોને ઇજા

Updated: Apr 16th, 2026

GS TEAM

Google News
Google News
કુંભારવાડામાં 2 જૂથ વચ્ચે પથ્થરમારો, 2 લોકોને ઇજા 1 - image

છ શખ્સ વિરૃધ્ધ બોરતળાવ પોલીસમાં ફરિયાદ

ગાળો બોલવાની ના પાડવાના મામલે બે પક્ષ વચ્ચે માથાકૂટ થઈ જતા મામલો બીચક્યો

ભાવનગર -  કુંભારવાડા મોતી તળાવ વિસ્તારમાં ઘર પાસે ગાળો બોલવાના મામલે બે જૂથ વચ્ચે મારા મારી અને સામસામો પથ્થરમારો કરી ઇજા પહોંચાડી હતી. બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

ઉત્તરપ્રદેશ ગોરખપુરના વતની અને હાલ કુંભારવાડા મોતી તળાવ ખાતે રહેતા રાજનભાઈ લાલજીભાઈ ગુપ્તાના ઘર પાસે તેમના વિસ્તારમાં રહેતો ફારુક ઉર્ફે બબન ગફારભાઈ ગાળો બોલતો હોય તેને રાજનભાઈએ ગાળો બોલવાની ના પાડતા ઉશ્કેરાઈ જઈ ઢીકાપાટુ વડે માર મારી ઈજા પહોચાડી તથા તેના મિત્રો મોહસીન શેખ તથા ફીયાજ શેખ આવી છુટા પથ્થર ઘા કરી સમાન્ય ઈજા કરી હતી. આ બનાવ સંદર્ભે રાજભાઈએ ત્રણ શખ્સ વિરૃધ્ધ બોરતળાવ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જ્યારે સામા પક્ષે મોહસીનભાઇ હરુણભાઈ શેખના ઘર પાસે રહેતો રાજન ગુપ્તા માસ મિત્ર બબનને કોઈ કારણ વગર ગાળો બોલતો હોય બબને ગાળો બોલવાની ના પાડતા રાજને ઉશ્કેરાઈ જઈ રાજને તથા તેના મિત્ર મોનુ દેવનાથ ગુપ્તા તથા દેવનાથ ગુપ્તા આવી મોહસીનભાઇને છુટા પથ્થર વડે મૂંઢ ઇજા કરી હતી. આ બનાવ સંદર્ભે મોહસીનભાઇએ ત્રણ શખ્સ વિરૃધ્ધ બોરતળાવ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.