Gujarat

લાલ દરવાજામાં આવેલા 600 વર્ષ પ્રાચીન ગણેશ મંદિરમાંથી દાગીનાની ચોરી, CCTVના આધારે તપાસ શરૂ

By GS TEAM
14 Sep 20251 min read
TukuTouch Logo
અમદાવાદના લાલ દરવાજા વિસ્તારમાં આવેલા 600 વર્ષ પ્રાચીન ગણેશ મંદિરમાં કોઇ તસ્કરોએ ભોયરામાં આવેલા રૂમમાંથી ભગવાનના દાગીના અને દાનપેટીની ચોરી કરી હોવાની ઘટના સામે આવતા શ્રદ્ધાળુઓમાં રોષની લાગણી જોવા મળી રહી છે. આ અંગે કારંજ પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

લાલ દરવાજામાં આવેલા 600 વર્ષ પ્રાચીન ગણેશ મંદિરમાંથી દાગીનાની ચોરી, CCTVના આધારે તપાસ શરૂ

Ahmedabad News: અમદાવાદના લાલ દરવાજા વિસ્તારમાં આવેલા 600 વર્ષ પ્રાચીન ગણેશ મંદિરમાં કોઇ તસ્કરોએ ભોયરામાં આવેલા રૂમમાંથી ભગવાનના દાગીના અને દાનપેટીની ચોરી કરી હોવાની ઘટના સામે આવતા શ્રદ્ધાળુઓમાં રોષની લાગણી જોવા મળી રહી છે. આ અંગે કારંજ પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

કાંરજ લાલ દરવાજામાં અતિ પ્રાંચીન 600 વર્ષ જુનું ગણેશ મંદિર આવેલું છે.  જેમાં 35 ફુટ ઉંડા ભોયરામાં ભગવાનની મૂર્તિ સ્થાપિત કરાયેલી છે. જે આસ્થાનું પ્રતિક છે. આ મંદિરમાં વિનોદભાઇ પુણેકર પુજારી તરીકે કામ કરે છે. 22મી ઓગસ્ટના રોજ નિત્યક્રમ મુજબ તે રાતના સુવા ગયા હતા. ત્યારે તે મુખ્ય દરવાજો બંધ કરવાનું ભુલી ગયા હતા.

બીજા દિવસે સવારે જોયુ તો મંદિર જવાના ભોયરા પાસેનો રૂમ ખુલ્લો હતો અને ત્યાંથી રૂપિયા 72 હજારની કિંમતના ચાંદીના દાગીના અને દાનપેટીમાંથી નાણાંની ચોરી થઇ હતી. આ અંગે તેમણે  ફરિયાદ નોંધાવતા કારંજ પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.