SEBI-RBIની મંજૂરી વગર ક્રિપ્ટો કરન્સી દ્વારા દુબઈ મોકલાતા 335 કરોડના નાણા વ્યવહારનો પર્દાફાશ
Crypto Currency Fraud In Surat: આરબીઆઈ અને સેબીમાંથી મંજુરી મેળવ્યા વગર ચાર કંપનીઓ શરૂ કરીને 7થી 11 ટકા રિટર્નની લાલચ આપી શેરબજાર અને કરન્સી માર્કેટમાં રોકાણના પૈસા ક્રિપ્ટો કરન્સીમાં કન્વર્ટ કરવાનું રેકેટ ઝડપાયુ છે. જેમાં રોકાણના પૈસા ક્રિપ્ટો કરન્સીમાં કન્વર્ટ કરી દુબઈની ઓફિસમાં મોકલાતા હતાં.
સુરત સાઈબર ક્રાઈમ પોલીસે કંપનીના કર્તાહર્તાઓની સુરતના ઉત્રાણ અને રાજકોટમાં મુખ્ય ઓફિસમાં તપાસ હાથ ધરી હતી. જેમાં ઓનલાઈન અને આંગડિયા થકી 335 કરોડથી વધુના ટ્રાન્ઝેક્શન મળી આવ્યા છે. સુરત સાયબર ક્રાઈમ સેલના સૂત્રોના જણાવ્યા મુજબ, બાતમીના આધારે ઉત્રાણના વીઆઇપી સર્કલ સ્થિત પ્રગતિ આઈટી પાર્કની બી બિલ્ડીંગમાં ઓફિસ નં. 914માં આઈવી ટ્રેડ નામની ઓફિસમાં દરોડા પાડયા હતા. જ્યાં વર્ષ-2022માં શરૂ કરવામાં આવેલી સ્કાયગ્રોથ વેલ્થ મેનેજમેન્ટ, પ્રાવીયો સોલ્યુશન પ્રાઈવેટ લિમિટેડ અને ડીજી પોકેટ સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડ અને આઈ.વી ટ્રેડ કંપનીનું કામકાજ ચાલતું હતું.
મંજૂરી વિના શેર-કરન્સી માર્કેટમાં રોકાણ
આ કંપનીઓ આરબીઆઈ અને સેબીની મંજૂરી વિના ઉંચા રિટર્નની લાલચ આપી શેર અને કરન્સી માર્કેટમાં રોકાણ કરાવતી હતી. આ માટે સોશિયલ મીડિયામાં જાહેરાત પણ કરતી હતી. ફોન કોલ કરીને 7થી 11 ટકાના
ઉંચા રિટર્નની લાલચ આપતી હતી. ઉત્રાણની ઓફિસમાં સર્ચ દરમિયાન કંપનીના માલિક દિપેન ધાનક અને તેના પિતા નવીનચંદ્ર ધાનક હોવાનું તેમજ મુખ્ય ઓફિસ રાજકોટમાં 150 ફુટ રીંગ રોડ સ્થિત શીતલપાર્ક ચોકમાં સ્પાયર-2માં હોવાની બાતમી મળતા પોલીસની એક ટીમે રાજકોટની ઓફિસમાં પણ દરોડા પાડયા હતા. ત્યાંથી દિપેશન ધાનકના ભાઈ ડેનીશ ઉર્ફે હેમલ ધાનકની ધરપકડ કરી પુછપરછ કરતાં જાણવા મળ્યું કે, ઉક્ત કંપની તેના પિતા નવીનચંદ્ર ધાનકના નામે છે. અને તેમની ઓફિસ દુબઈ હોવાથી પિતા અને ભાઈ હાલમાં દુબઇ છે.
આ આરોપી વોન્ટેડ
સાયબર સેલની ટીમની તપાસમાં જાણવા મળ્યું કે, કે, સુરત અને રાજકોટની ઓફિસમાં કાર્યરત કંપનીઓ દ્વારા ઊંચા વળતરની લાલચ આપી રોકાણ પેટે ઓનલાઇન અને આંગડિયા મારફત પૈસા મેળવવામાં આવતા હતા. ત્યારબાદ આ રકમ ક્રિપ્ટો કરન્સીમાં (યુએસટીટી) કન્વર્ટ કરીને દુબઈ ખાતેની આ આરોપીઓ વોન્ટેડ સ્કાય ગ્રોથ વેલ્થ મેનેજમેન્ટ અને ડીજી પોકેટ સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડ કંપનીના માલિક દિપેન નવીનચંદ્ર ધાનક, તેના પિતા નવીનચંદ્ર દયાલાલ ધાનક, ઉપરાંત સૌરવ જયેશ સાવલીયા (રહે. જીવનદીપ પાર્ક સોસાયટી, કઠોદરા રોડ, સરથાણા), વિપુલ કાંતી સાવલીયા (રહે. શ્રીરામ નગર, હીરાબાગ, વરાછા), વિશાલ ગૌરાંગ દેસાઈ (રહે. ડિવાઈન ડિઝાયર, એલ.પી.સવાણી સ્કૂલ નજીક, અડાજણ), અલ્પેશ લાલજી વઘાસીયા (રહે. ધર્મ ભક્તિ બંગ્લોઝ, વેલંજા), ઝરીત હિતેશ ગૌસ્વામી (રહે. 3 (રહે. રૂકમણી સોસાયટી, સીમાડા), હરીશ મકવાણા, તરૂણ, દુબઈ ખાતે કંપનીના એકાઉન્ટન્ટ બંટી પરમાર, મયુર સોજીત્રા
કોની કોની ધરપકડ
રાજકોટ ખાતેની ઓફિસમાંથી સ્કાય ગ્રોથ વેલ્થ મેનેજમેન્ટ અને ડીજી પોકેટ સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડ કંપનીના માલિક નવીનચંદ્ર ધાનકના પુત્ર ડેનીશ ઉર્ફે સાલ્યુશન ઉર્ફે હેમલ નવીનચંદ્ર ધાનક, પ્રાવીયો સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડના ડિરેક્ટર જયસુખ રામજી પાટોળીયા, યશકુમાર કાળુ પાટોળીયા ઓફિસમાં મોકલવામાં આવતી હતી. સર્ચ દરમિયાન ઓફિસમાંથી મળેલા બેન્ક એકાઉન્ટ, આંગડિયા પેઢીના ટ્રાન્ઝેક્શનની ચિઠ્ઠીઓ સહિતના ડોક્યુમેન્ટ્સની તપાસ કરતા અંદાજે રૂ. 335 કરોડથી વધુના ટ્રાન્ઝેક્શન મળી આવ્યા હતા.
સંપત્તિ કરી જપ્ત
ડાયરી અને રોકડા 20.02 લાખ અને રાજકોટ ખાતેની ઓફિસમાંથી 3 મોબાઈલ, સ્ટેમ્પ અને રોકડા રૂ. 19.85 લાખ કબ્જે કરાયા છે. ડેનીશ ઉર્ફે હેમલ ધાનક, જયસુખ પાટોળીયા, યશકુમાર પાટોળીયાની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે અન્ય 10 આરોપીને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસે ઉત્રાણની ઓફિસમાંથી 4 મોબાઈલ, 5 લેપટોપ, 3 ટેબલેટ જપ્ત કર્યા છે. સુરતમાં ગત સપ્તાહમાં જ 948 કરોડનું ડબ્બા-ટ્રેડિંગ, ગેમિંગ રેકેટ પકડાયું હતું. સુરતના વરાછામાં ગત સપ્તાહમાં જ ડબ્બા-ટ્રેડિંગ અને ગેમીંગનું 948 કરોડનું રેકેટ પકડાયું હતું. ૨૫૦ આઈડી બનાવીને બેન્ક ખાતામાં વ્યવહારો કરાયા હતા. એસઓજી દ્વારા ટોળકીના બે મુખ્ય સૂત્રધારો પૈકી આઠ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. આ રેકટ બે વર્ષથી ચલાવવામાં આવી રહ્યું હતું.
કંપની શરૂ કરવા મહિને રૂ. એક લાખનું કમિશન
વર્ષ 2023માં વોન્ટેડ મયુર સોજીત્રાએ આયુષ્યમાન કાર્ડ બનાવવાનું કામ કરતાં જયસુખ પાટોળીયા અને ઓનલાઈન વેપાર કરતા યશ પાટોળીયાનો સંર્પક કરી તેમના નામે કંપની શરૂ કરવાની વાત કરી કમિશન પેટે મહિને રૂ.1 લાખ આપવાની લાલચ આપી હતી. ઉત્રાણ અને રાજકોટની ઓફિસમાં સર્ચ દરમિયાન પોલીસને કેટલાક બેન્ક એકાઉન્ટ અને આંગડિયા થકીના ટ્રાન્ઝેક્શનના પુરાવા મળ્યા હતા. જે પૈકી બેન્ક એકાઉન્ટના આધારે પોલીસ ટીમે નેશનલ સાયબર ક્રાઈમ રીપોર્ટીંગ પોર્ટલ ઉપર તપાસ કરતા દેશના અલગ-અલગ રાજયમાં 26 ફરિયાદ નોંધાઈ હોવાનું જાણવા મળ્યું હતું. જે પૈકી બિહારમાં 1, હરિયાણામાં 2, ઝારખંડમાં 1, કર્ણાટકમાં 5, મહારાષ્ટ્રમાં 2, તમિલનાડુમાં 2, તેલંગણામાં 2, ઉત્તરપ્રદેશમાં 4, મધ્યપ્રદેશણાં 1, પ. બંગાળમાં 2, દિલ્હીમાં 1, આંધ્રપ્રદેશમાં 1 અને મણીપુરમાં 1 ફરિયાદ નોંધાઈ છે.
રોકાણકારોને આકર્ષવા દમણ અને થાઇલેન્ડમાં ઇવેન્ટ યોજી
સ્કાય ગ્રોથ વેલ્થ મેનેજમેન્ટ, પ્રાવીયો સોલ્યુશન પ્રાઈવેટ લિમિટેડ સહિતના નામે કંપની શરૂ કરી ઉંચા રિટર્નની લાલચ આપનાર ભેજાબાજ રાજકોટના ધાનક પિતા-પુત્રએ રોકાણકારોને આર્કષવા ઇવેન્ટનું આયોજન પણ કરતા હતા. અત્યાર સુધી ચાર ઇવેન્ટ કરી હતી. જે પૈકી એક રીયો કાર્નીવલ વરાછા, બે ઇવેન્ટ ગોલ્ડ બીચ રીસોર્ટ દમણ અને થાઇલેન્ડ ખાતે આયોજન કર્યુ હતું.