વડોદરાની ૧૩ બ્લડ બેન્કમાં કેપેસિટિ કરતા ઓછો સ્ટોક
બ્લડનો સ્ટોક વધારવા માટે કેમ્પ કરવા સૂચના અપાઇ : શુક્રવારે ૧૫ સ્થળે બ્લડ ડોનેશન કેમ્પમાં ૨૫૦ યુનિટ બ્લડ એકત્રિત થયું
વડોદરા,સમગ્ર રાજ્યમાં બ્લડ સ્ટોરેજ વધારવા માટે સૂચના આપવામાં આવી છે. જેના પગલે આજે વડોદરામાં ૧૫ સ્થળે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૨૫૦ યુનિટ કલેક્ટ કરવામાં આવ્યા છે. વડોદરાની તમામ બ્લડ બેન્કમાં ક્ષમતા કરતા ઓછો સ્ટોક છે. જે સ્ટોક પૂરો કરવા માટે તાકીદ કરવામાં આવી છે. સૌથી વધુ ક્ષમતા આયુષ બ્લડ સેન્ટરની ૪ હજારની છે. પરંતુ, ત્યાં હાજર સ્ટોક માત્ર ૮૫૬ છે. તેવી જ રીતે લાયન્સ કલ્બ ઓફ બરોડામાં બે હજારની ક્ષમતા સામે માત્ર ૧૨૬ યુનિટનો જ સ્ટોક છે.
ક્રમ બ્લડ સેન્ટર ક્ષમતા હાજર સ્ટોક
(૧) સયાજી હોસ્પિટલ ૨૫૦૦ ૧૩૮૧
(૨) ગોત્રી હોસ્પિટલ ૧૨૦૦ ૫૩૫
(૩) જલારામ બ્લડ બેન્ક ૧૦૦૦ ૮૭૨
(૪) કૈલાસ કેન્સર હોસ્પિટલ ૧૫૦૦ ૮૧૨
(૫) ધીરજ હોસ્પિટલ ૧૧૮૦ ૬૧૦
(૬) ઇન્દુ બ્લડ બેન્ક ૨૦૦૦ ૧૫૦૮
(૭) ભાઇલાલ અમીન હોસ્પિટલ ૬૦૦ ૩૫૯
(૮) પારૃલ હોસ્પિટલ ૨૦૦૦ ૯૬૩
(૯) આયુષ બ્લડ સેન્ટર ૪૦૦૦ ૮૫૬
(૧૦) ધ્વનિ બ્લડ સેન્ટર ૩૦૦૦ ૬૦૩
(૧૧) ઝાયડસ હોસ્પિટલ ૧૨૦૦ ૩૨૪
(૧૨) લાયન્સ ક્લબ ઓફ બરોડા ૨૦૦૦ ૧૨૬
(૧૩) ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ૨૦૦૦ ૩૩૪