Gujarat
ધો.૧૨ સાયન્સના વિદ્યાર્થીનો અભ્યાસના ટેન્શનમાં આપઘાત
By GS TEAM
15 Jun 20251 min read

વડોદરા,ધો.૧૨ સાયન્સમાં અભ્યાસ કરતા ૧૭ વર્ષના વિદ્યાર્થીએ ભણવાના ટેન્શનમાં ઘરે ગળા ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. જે અંગે હરણી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, હરણી વિસ્તારમાં રહેતા અને મિકેનિકલ પાર્ટ્સનો બિઝનેસ કરતા વેપારીનો ૧૭ વર્ષનો પુત્ર ધો.૧૨ સાયન્સમાં અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરતો હતો. ધો. ૧૦ માં તેના ૯૭ ટકા આવ્યા હતા. જેથી, ધો. ૧૨ માં વધારે તૈયારી કરી સારા માર્ક્સ લાવવા માટે પરિવાર દ્વારા તેને કહેવામાં આવતું હતું. અભ્યાસના ટેન્શનમાં તે છેલ્લા બે દિવસથી ટેન્શનમાં રહેતો હતો. ગઇકાલે ટયુશનથી ઘરે આવ્યા પછી તે સ્ટડી રૃમમાં જતો રહ્યો હતો. થોડીવાર પછી તેના પિતા રૃમમાં ગયા ત્યારે તેમનો પુત્ર ફાંસો ખાધેલી હાલતમાં લટકતો હતો.








