Get The App

સ્ટેચ્યુ ઓફ યુનિટી પાછળનો ખર્ચ 3000 કરોડ પર પહોંચશે, અત્યાર સુધીમાં 2131 કરોડ વપરાયા

Updated: Oct 24th, 2018

GS TEAM

Google News
Google News
સ્ટેચ્યુ ઓફ યુનિટી પાછળનો ખર્ચ 3000 કરોડ પર પહોંચશે, અત્યાર સુધીમાં 2131 કરોડ વપરાયા 1 - image

અમદાવાદ, તા. 24. ઓક્ટોબર 2018 બુધવાર

સરદાર પટેલની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાપર્ણનુ કાઉન્ટ ડાઉન શરુ થઈ ચુક્યુ છે ત્યારે તેની પાછળનો ખર્ચ 3000 કરોડ રુપિયા સુધી પહોંચે તેવી શક્યતા છે.

સરકારના સૂત્રોના કહેવા પ્રમાણે અત્યાર સુધીમાં સ્ટેચ્યુ ઓફ યુનિટ પાછળ 2131 કરોડ રપિયા ગુજરાત અને કેન્દ્ર સરકાર ખર્ચી ચુકી છે.

હજી સરકાર બીજા 300 કરોડ રુપિયા ખર્ચવાની છે .આમ સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવવાનો ખર્ચ 2400 કરોડ રુપિયા થશે.એ પછી તેની સાર સંભાળ અને સમારકા મ માટે 15 વર્ષ સુધીનો કોન્ટ્રાક્ટ આપવામાં આવશે. જે લગભગ 600 કરોડ રુપિયાનો છે. આ રકમ જોડી દેવામાં આવે તો સ્ટેચ્યુ ઓફ યુનિટીનો ખર્ચ 3000 કરોડ રુપિયા પર પહોંચવાનો છે.

આ પ્રોજેક્ટ માટે 2131 કરોડના ખર્ચમાં કેન્દ્ર સરકારના 300 કરોડ, રાજ્ય સરકારના 554 કરોડ, કેન્દ્ર અને રાજ્ય સરકારની પબ્લિક સેક્ટરની કંપનીઓ થકી 455 કરોડ રુપિયા આપવામાં આવ્યા છે.102 કરોડ રુપિયા અલગ અલગ રીતે મળેલુ ડોનેશન છે.

કેવેડિયા કોલોની ખાતે ઉભી કરાયેલી પ્રતિમાનુ લોકાપર્ણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 31 ઓક્ટોબરે કરવાના છે.