Gujarat
વડોદરા જિ.પંચાયતનું બહુમાળી ભવન તૈયાર કરાવનાર પૂર્વ પ્રમુખ સ્વ.જગદીશ પટેલનું સ્ટેચ્યૂ મુકાશે
By GS TEAM
9 Oct 20251 min read

વડોદરાઃ વડોદરા જિલ્લા પંચાયતની હાલની નવ માળની બહુમાળી બિલ્ડિંગ સરદાર ભવનનું સ્વપ્ન તત્કાલિન પ્રમુખ સ્વ.જગદીશ મફતભાઇ પટેલે જોયું હતું અને ત્રણ દાયકા પહેલાં તેમણે આ સ્વપ્ન સાકાર કરવા માટે તનતોડ મહેનત કરી હતી.
જેથી વિરોધ પક્ષના નેતા મુબારક પટેલ તેમજ સ્વ. જગદીશ પટેલના સમયે જિલ્લા પંચાયતના સાથી સદસ્ય ભાનુભાઇ પટેલ સહિતના સભ્યોએ આજે જિલ્લા વિકાસ અધિકારી સાથે મુલાકાત કરી તાકીદે આ કાર્ય પાર પાડવા અને જરૃર પડેથી આર્થિક સહયોગ આપવાની તૈયારી સાથે રજૂઆત કરી હતી.જિલ્લા વિકાસ અધિકારીએ સ્વ.જગદીશ પટેલનો ફોટો મંગાવ્યો હતો અને ટૂંક સમયમાં જ સ્ટેચ્યુ તૈયાર કરવાની ખાતરી આપી હતી. જિલ્લા પંચાયતના કોંગી આગેવાનોએ સ્વ. જગદીશભાઇના પત્ની સાથે પણ આ મુદ્દે વાતચીત કરી હતી.









