સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે આજથી ત્રિ દિવસીય સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટનો પ્રારંભ

ટેબલ ટેનિસ એસોસિએશન ઓફ બરોડા દ્વારા સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે આયોજીત ત્રિ દિવસીય ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં રાજ્યભરમાંથી 657 ખેલાડીઓએ વિવિધ કેટેગરીમાં પ્રવેશ મેળવ્યો હતો.
ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિએશનના નેજા હેઠળ ટેબલ ટેનિસ એસોસિએશન ઓફ બરોડા દ્વારા સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે તા. 19થી 21 ઓગષ્ટ દરમ્યાન "યુટીટી 5મી ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ 2025"નું આયોજન કરાયું છે. જેમાં 657 એન્ટ્રીઓ આવી હતી. બોયઝ અને ગર્લ્સમાં અંડર - 11,13,15,17,19 તથા મેન્સ અને વુમન્સ સિંગલ્સની કેટેગરીમાં લીગ કમ નૉકઆઉટની મેચો રમાશે. આ સ્પર્ધા માટે 18 ટેબલનો ઉપયોગ થશે. અમદાવાદના ધૈર્ય પરમાર, ચિત્રક્ષ ભટ્ટ તથા સુરતના ફ્રેનાઝ ચીપિયા, ફિલિઝા ફાતેમા અને વડોદરાના વેદ પંચાલ, પ્રથમ માદલાણી ,અભિલાષ રાવલ, નમ્રતા જયસ્વાલ સહિતના ખેલાડીઓએ આ ટુર્નામેન્ટમાં ભાગ લીધો છે. જ્યારે જુનિયર કેટેગરીમાં આયુષ તન્ના , રિયા જયસ્વાલ, પ્રથા પવાર ધ્યેય જાની,દેવ ભટ્ટ સહિતના ખેલાડીઓનો સમાવેશ થાય છે. વિજેતા ખેલાડીઓને અઢી લાખના રોકડ પુરસ્કાર, સર્ટિફિકેટ, ટ્રોફી, મેડલ આપી સન્માનિત કરાશે.









