Get The App

ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે અમદાવાદ-રાજકોટ હાઈવે પરથી મોટાપ્રમાણમાં ઈંગ્લીશ દારૂ ઝડપી લીધો

Updated: May 24th, 2025

GS TEAM


Google News
Google News
ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે અમદાવાદ-રાજકોટ હાઈવે પરથી મોટાપ્રમાણમાં ઈંગ્લીશ દારૂ ઝડપી લીધો 1 - image


- વસ્તડી ગામના પાટીયા પાસે હોટલ નજીકથી ઈંગ્લીશ દારૂ ભરેલ ટ્રક સાથે ચાલક અને ક્લીનર ઝડપાયા

- ઈંગ્લીશ દારૂની 24630 બોટલો કિંમત રૂા. 1.31 કરોડ તેમજ ટ્રક, મોબાઈલ, રોકડ સહિત કુલ રૂા .1.61 કરોડનો મુદ્દામાલ કબ્જે કર્યો

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જીલ્લામાંથી પસાર થતાં અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પરથી મોટાપ્રમાણમાં બુટલેગરો દ્વારા ઈંગ્લીશ દારૂની હેરાફેરી અને કટીંગ થતું હોવાની ફરિયાદો ઉઠવા પામી હતી જેને ધ્યાને લઈ સ્થાનીક પોલીસને અંધારામાં રાખી ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલ (એસએમસી)ની ટીમે રેઈડ કરી મોટાપ્રમાણમાં ઈંગ્લીશ દારૂ સહિત કરોડો રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

આ અંગે એસએમસી સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ અમદાવાદ-રાજકોટ હાઈવે પરથી એક ટ્રકમાં ઈંગ્લીશ દારૂ ભરી હેરાફેરી કરવામાં આવતી હોવાની બાતમીના આધારે ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલ (એસએમસી)ની ટીમ દ્વારા હાઈવે પર વોચ ગોઠવી હતી જે દરમ્યાન વસ્તડી ગામ પાસે આવેલ દર્શન હોટલ નજીક બુટ ભવાની પેટ્રોલ પંપ પાસેથી શંકાસ્પદ હાલતમાં એક ટ્રક પસાર થતા તેને રોકી તલાસી લેતા તેમાંથી ઈંગ્લીશ દારૂની બોટલો અને ટીન નંગ-૨૪૬૩૦ કિંમત રૂા.૧,૩૧,૧૩,૯૪૩, ટ્રક કિંમત રૂા.૩૦,૦૦,૦૦૦, બે મોબાઈલ કિંમત રૂા.૧૦,૦૦૦, રોકડ રૂા.૨,૧૧૦ સહિત કુલ રૂા.૧,૬૧,૨૬,૦૫૩ના મુદ્દામાલ સાથે ટ્રકચાલક ચુતરારામ નારાયણરામ જાંટ (ચૌધરી) રહે.રાજસ્થાન અને ક્લીનર માંગીલાલ તેજારામ સાઉ (ચૌધરી) રહે.રાજસ્થાનવાળાને ઝડપી પાડયા હતા જ્યારે બન્નેની વધુ પુછપરછ કરતા પંજાબથી ઈંગ્લીશ દારૂનો જથ્થો મુખ્ય આરોપી અનિલ પંડયા દ્વારા મોકલવામાં આવ્યો હતો અને એક અજાણ્યા શખ્સે ઈંગ્લીશ દારૂનો જથ્થો પંજાબથી ભરી આપ્યો હતો તેમજ એક અજાણ્યા શખ્સ દ્વારા કચ્છ મુંદ્રા ખાતે આ દારૂનો જથ્થો મંગાવ્યો હોવાનું સામે આવ્યું હતું. આથી ઝડપાયેલ ટ્રકચાલક અને ક્લીનર સહિત કુલ પાંચ શખ્સો સામે પ્રોહિબીશન એક્ટ હેઠળ જોરાવરનગર પોલીસ મથકે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે. જ્યારે બીજી બાજુ સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ દ્વારા સ્થાનીક પોલીસને અંધારામાં રાખી રેઈડ કરવામાં આવતાં પોલીસની કામગીરી સામે અનેકસવાલો ઉભા થયા છે. તેમજ આનાર દિવસોમાં એસએમસીની રેઈડને લઈ નવા જુની થવાના એંધાણ પણ વર્તાઈ રહ્યાં છે.

Tags :