વડોદરાના પાણીગેટમાં રાજા-રાણી તળાવ પાછળ ચાલતા જુગારધામ પર સ્ટેટ મોનિટરિંગ સેલનો દરોડો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Gambling Raid : વડોદરામાં પાણીગેટ વિસ્તારમાં રાજા રાણી તળાવની પાછળ ખુલ્લા મેદાનમાં ચાલતા જુગારધામ પર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડો પાડી 12 જુગારીઓને રંગે હાથે ઝડપી પાડ્યા છે. જ્યારે મુખ્ય સૂત્રધાર સહિત 22 આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે.
દિવાળીનો તહેવાર નજીક આવતા શહેર પોલીસે દારૂના અડ્ડા ઉપર ઉપરાજ આપણે રેડ પાડવાનું શરૂ કર્યું છે ત્યારે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમને માહિતી મળી હતી કે પાણીગેટ રાજા-રાણી તળાવ પાછળ મુખ્ય સૂત્રધાર હુસેનખાન ઉસ્માનખાન પઠાણ તથા તેનો ભાગીદાર અફઝલખાન પઠાણ (બંને રહેવાસી કલ્યાણ નગર)એ યાકુતપુરામાં લોકોને ભેગા કરીને જુગાર રમાડી રહ્યા છે. જેથી પોલીસે ઉપરોક્ત સ્થળે રેડ પાડતા નાસભાગ મચી ગઈ હતી. પોલીસે સ્થળ પરથી 12 જુગારીઓને રંગે હાથી ઝડપી પાડ્યા છે. જ્યારે જુગારધામના સંચાલક સહિત 22 આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે. સ્થળ પરથી 2.55 લાખ રૂપિયા રોકડા 14 મોબાઈલ અને 18 વાહનો સહિત 7.71 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.









