Gujarat

દામનગરમાં ચાલતા 'દારૂના કટિંગ' પર પોલીસ ત્રાટકી, 7,600થી વધુ વિદેશી દારૂની બોટલો સાથે 6 શખ્સો ઝડપાયા

By GS TEAM
14 Apr 20262 mins read
TukuTouch Logo
રાજ્યમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે સ્ટેટ મોનિટરિંગ સેલ એ અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના દામનગરમાં પ્રોહિબિશનનો મોટો દરોડો પાડી વિદેશી દારૂનું નેટવર્ક ઝડપી પાડ્યું છે. દામનગરમાં શ્રી સહજાનંદ ગુરુકુળ પાસે આવેલા એક ગોડાઉનમાં ચાલતા 'દારૂના કટિંગ' પર પોલીસે ત્રાટકીને 6 શખ્સોની ધરપકડ કરી છે, જ્યારે સપ્લાયર સહિત અન્ય 6 શખ્સોને વોન્ટેડ જાહેર કર્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

દામનગરમાં ચાલતા 'દારૂના કટિંગ' પર પોલીસ ત્રાટકી, 7,600થી વધુ વિદેશી દારૂની બોટલો સાથે 6 શખ્સો ઝડપાયા

Damnagar News: રાજ્યમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે સ્ટેટ મોનિટરિંગ સેલ એ અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના દામનગરમાં પ્રોહિબિશનનો મોટો દરોડો પાડી વિદેશી દારૂનું નેટવર્ક ઝડપી પાડ્યું છે. દામનગરમાં શ્રી સહજાનંદ ગુરુકુળ પાસે આવેલા એક ગોડાઉનમાં ચાલતા 'દારૂના કટિંગ' પર પોલીસે ત્રાટકીને 6 શખ્સોની ધરપકડ કરી છે, જ્યારે સપ્લાયર સહિત અન્ય 6 શખ્સોને વોન્ટેડ જાહેર કર્યા છે.

મળતી વિગતો અનુસાર, એસમસીના પી.આઈ. આર.કે. કરમટા અને તેમની ટીમને બાતમી મળી હતી કે દામનગર પોલીસ મથકની હદમાં આવેલા સહજાનંદ ગુરુકુળ નજીકના એક ગોડાઉનમાં મોટા પાયે વિદેશી દારૂનો જથ્થો ઉતારવામાં આવી રહ્યો છે. પોલીસે દરોડો પાડતા ત્યાંથી આંધ્રપ્રદેશ, ઉત્તરપ્રદેશ અને ગોવાની બનાવટનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. કુલ 57.89 લાખનો મુદ્દામાલ જપ્ત પોલીસે સ્થળ પરથી કુલ 7,686 નંગ દારૂની બોટલો જપ્ત કરી હતી, જેની કિંમત આશરે 16.91 લાખ થાય છે. 

આ ઉપરાંત પોલીસે નીચે મુજબનો મુદ્દામાલ કબજે કર્યો છે વાહનો 04 ટ્રક, કાર અને બાઈક મળીને 40.40 લાખ મોબાઈલ 07 નંગ 55,000 રોકડ 3,240 કુલ મુદ્દામાલ 57,89,864 પોલીસે ઘટનાસ્થળેથી દારૂનો જથ્થો મંગાવનાર મુખ્ય ગ્રાહકો કૌશિક ઉર્ફે કવો ગોહિલ અને વિષ્ણુપરી ગોસ્વામી સહિત ટ્રક ડ્રાઈવર અને ક્લીનર એમ કુલ 6 આરોપીઓને દબોચી લીધા હતા.

ઝડપાયેલા આરોપીઓમાં કૌશિક ઉર્ફે કવો ભરતભાઈ ગોહિલ (દામનગર), વિષ્ણુપરી હિંમતપરી ગોસ્વામી (દામનગર), સિકંદર ઉર્ફે ભાભા કલુભાઈ પઠાણ (બોટાદ), જયેશ જગજીવન જાદવ (બોટાદ), હરિહર ઉર્ફે હરિ ભટ્ટ (ટ્રક ડ્રાઈવર, અમદાવાદ), સ્વરૂપ ઉર્ફે ચિન્ટુ ગાવિત (ટ્રક ક્લીનર, મહારાષ્ટ્ર) તેમજ વિરાજ પ્રવિણચંદ્ર રાણા (અમદાવાદ), ગોવાના બે અજાણ્યા શખ્સો અને દારૂની હેરાફેરીમાં વપરાયેલા વાહનોના માલિકો સહિત 6 શખ્સોને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. દામનગર પોલીસે પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. આ દરોડાથી સ્થાનિક પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉભા થયા છે.