Get The App

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ‘મીઠાનો સત્યાગ્રહ’ વિષય પર રાજ્યકક્ષાની ઓનલાઇન ચિત્રકલા સ્પર્ધા યોજાશે

Updated: Feb 5th, 2022

GS TEAM

Google News
Google News
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ‘મીઠાનો સત્યાગ્રહ’ વિષય પર રાજ્યકક્ષાની ઓનલાઇન ચિત્રકલા સ્પર્ધા યોજાશે 1 - image

- આગામી તા. 14થી તા. 18 ફેબ્રુઆરી-2022 સુધી કૃતિ રજૂ કરવાની રહેશે 

અમદાવાદ, તા. 05 ફેબ્રુઆરી, 2022, શનિવાર

રમતગમત, યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ હસ્તકની ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમીની કચેરી દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી સંદર્ભે “મીઠાનો સત્યાગ્રહ” વિષય પર ઓનલાઈન ચિત્ર સ્પર્ધા યોજવામાં આવશે. 

જેમાં ગુજરાતના વતની એવા 18થી 35 વર્ષની ઉંમરના કલાકારો ભાગ લઈ શકશે. સ્પર્ધકે “મીઠાનો સત્યાગ્રહ” વિષય પર પોતાની કૃત્તિ તૈયાર કરી આ કચેરી દ્વારા નિયત કરવામાં આવેલ ફોર્મમાં જરૂરી વિગતો ભરીને તા. 14ફેબ્રુઆરી-2022, બપોરે 12:૦૦ કલાકથી તા.18 ફેબ્રુઆરી-2022, સાંજે ૦6.૦૦ કલાક સુધીમાં જે.પી.જી. ફોર્મેટમાં ઈ-મેઈલ એડ્રેસ gslka.satyagrah@gmail.com પર ફોર્મ તથા કૃત્તિ મોકલવાની રહેશે.

ભાગ લેનાર સ્પર્ધક મહત્તમ એક કૃત્તિ રજૂ કરી શકશે. સંસ્થાને મળેલી કૃત્તિઓનું ગૌરવ પુરસ્કૃત તથા નામાંકીત કલાકારો પાસે જજીંગ કરાવીને તેમાંથી 3 વિજેતા કલાકારોની પસંદગી થશે. જે પૈકી પ્રથમ વિજેતાને રૂ.10,૦૦૦/-, દ્વિતીય વિજેતાને રૂ. 7,૦૦૦/- તથા તૃતિય વિજેતાને રૂ. 5,૦૦૦/- એમ ત્રણ ઈનામો આપવામાં આવશે. આ સ્પર્ધાના નિયમો તથા સ્પર્ધાનું ફોર્મ gslka.satyagrah@gmail.com એડ્રેસ પર ઈ-મેઈલ કરીને મેળવી શકાશે. આ ઉપરાંત વધુ માહિતી માટે કચેરીના ફોન નં. 079-26425562 પર સંપર્ક કરી શકાશે તેમ લલિતકલા અકાદમી, અમદાવાદની યાદીમાં જણાવાયું છે.