Get The App

ભાવનગરમાં સ્ટેટ જીએસટી કલેક્શન 8 વર્ષમાં 60 ટકા વધ્યું

Updated: Jul 13th, 2025

GS TEAM

Google News
Google News
ભાવનગરમાં સ્ટેટ જીએસટી કલેક્શન 8 વર્ષમાં 60 ટકા વધ્યું 1 - image


- જીએસટીને 8 વર્ષ થયા, છેલ્લા ત્રણ નાણાંકીય વર્ષથી કલેક્શન બે હજાર કરોડને પાર રહ્યું

- નાણાંકીય વર્ષ 2017-18 ના 8 માસમાં કલેક્શન રૂ. 932 કરોડ હતું, 8 વર્ષે વધીને રૂા. 1498 કરોડે પહોંચ્યું 

ભાવનગર : દેશભરમાં ૧લી જુલાઈ ૨૦૧૭ના રોજ ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ અમલી થયાંને આઠ વર્ષમાં ભાવનગર સ્ટેટ જીએસટી વિભાગના કલેકશનમાં સતત વધારો નોંધાયો છે. અને આઠ વર્ષમાં કલેક્શનમાં ૬૦ ટકાનો વધારો નોંધાયો છે. ઉલ્લેખનિય છે કે, છેલ્લા ત્રણ નાણાંકીય વર્ષથી સ્ટેટ જીએસટી વિભાગ-ભાવનગરનું કલેક્શન બે હજાર કરોડને પાર રહ્યું છે. જોકે ગત નાણાંકીય વર્ષમાં જીએસટી કલેક્શનમાં સામાન્ય ઘટાડો નોંધાયો છે.

વર્ષ-૨૦૧૭માં જીએસટી અમલી થયાંના પ્રથમ નાણાંકીય વર્ષના ૮ માસની સરખામણીએ આઠ વર્ષ બાદ ગત નાણાંકીય વર્ષ ૨૦૨૪-૨૫ના છેલ્લા આઠ માસના કલેક્શનમાં ભાવનગર જીએસટી કચેરીમાં ૬૦ ટકાનો વધારો નોંધાયો છે.જીએસટી અમલી થયાં બાદ નાણાંકીય વર્ષ ૨૦૧૭-૧૮ના ઓગસ્ટથી માર્ચ સુધીના સમયગાળામાં ભાવનગર કચેરી ખાતે રૂ.૯૩૨.૪૨ કરોડ સ્ટેટ જીએસટી કલેક્શન નોંધાયું હતું. જેની સરખામણીએ ગત નાણાંકીય વર્ષ ૨૦૨૪-૨૫ના ઓગસ્ટથી માર્ચ સુધીના ૮ માસમાં ૬૦ ટકા વધીને રૂ.૧૪૯૮ કરોડે પહોંચ્યું છે.ઉલ્લેખનિય છે કે, બોગસ બિલિંગમાં પંકાયેલું હોવા છતાં ભાવનગર સરકારની તિજોરીમાં કરોડો રૂપિયા ટેક્સ સ્વરૂપે ઠાલવી રહ્યું છે. છેલ્લા ત્રણ નાણાંકીય વર્ષથી ભાવનગર વિભાગનું સ્ટેટ જીએસટી કલેક્શન બે હજાર કરોડને પાર રહ્યું છે. જોકે નાણાંકીય વર્ષ ૨૦૨૩-૨૪ની સરખામણીએ નાણાંકીય વર્ષ ૨૦૨૪-૨૫માં સ્ટેટ જીએસટી કલેક્શન ઘટયું છે.૨૦૨૩-૨૪માં જ્યાં સ્ટેટ જીએસટી કલેક્શન રૂ.૨૩૨૭ કરોડ હતું. જે નાણાંકીય વર્ષ ૨૦૨૪-૨૫માં રૂ.૭૬ કરોડ ઘટીને રૂ.૨૨૫૧ કરોડ થયું છે.

જીએસટી કલેકશનનું સરવૈયું  

માસ

૨૦૧૭-૧૮

૨૦૨૪-૨૫

ઓગસ્ટ

૯૨.૩૪

૧૫૮

સપ્ટેમ્બર

૯૭.૫૫

૧૩૧

ઓક્ટોબર

૯૬.૩૨

૧૭૪

નવેમ્બર

૧૧૦.૭૧

૧૮૩

ડિસેમ્બર

૧૧૪.૦૪

૧૮૬

જાન્યુઆરી

૧૩૮.૫૪

૨૧૮

ફેબુ્રઆરી

૧૪૦.૧૯

૨૨૦

માર્ચ

૧૪૨.૭૩

૨૨૮

કુલ

૯૩૨.૪૨

૧૪૯૮

(રકમ કરોડ રૂા.માં) 

નાણાંકીય વર્ષ ૨૦૨૫-૨૬ના પ્રથમ ક્વાર્ટરનું કલેક્શન (કરોડ રૂ.માં)

માસ

રકમ રૂ.

એપ્રીલ

૨૬૨

મે

૨૦૨

જુન

૧૯૧


Tags :