Gujarat

ગુજરાતમાં માન્ય અને અમાન્ય રાજકીય પક્ષો કેટલાં? સ્ટેટ ઈલેક્શન કમિશને આંકડા જાહેર કર્યા

By GS TEAM
4 Apr 20262 mins read
TukuTouch Logo
આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ગુજરાત ચૂંટણી આયોગ દ્વારા જાહેર કરાયેલા પક્ષોની યાદી મુજબ નોંધાયેલા માન્ય રાજકીય પક્ષો 14 અને 55 અમાન્ય પક્ષો છે. જ્યારે બે અમાન્ય પક્ષોને યાદીમાંથી દૂર કરાયા છે. આ ઉપરાંત ચૂંટણી માટેના 140થી વધુ મુક્ત પ્રતિકોની યાદી પણ જાહેર કરવામાં આવી છે, જે અપક્ષ ઉમેદવારોને ફાળવાતા હોય છે. જ્યારે 55 નોંધાયેલા પક્ષોને ફાળવાયેલા ચિહ્નોમાં બાટલાની બૂમરાણ વચ્ચે ગેસ સીલીન્ડર તેમજ ઘંટી, ખાટલો અને ડોલ જેવા ચિહ્નો પણ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગુજરાતમાં માન્ય અને અમાન્ય રાજકીય પક્ષો કેટલાં? સ્ટેટ ઈલેક્શન કમિશને આંકડા જાહેર કર્યા

Local Body Elections: આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ગુજરાત ચૂંટણી આયોગ દ્વારા જાહેર કરાયેલા પક્ષોની યાદી મુજબ નોંધાયેલા માન્ય રાજકીય પક્ષો 14 અને 55 અમાન્ય પક્ષો છે. જ્યારે બે અમાન્ય પક્ષોને યાદીમાંથી દૂર કરાયા છે. આ ઉપરાંત ચૂંટણી માટેના 140થી વધુ મુક્ત પ્રતિકોની યાદી પણ જાહેર કરવામાં આવી છે, જે અપક્ષ ઉમેદવારોને ફાળવાતા હોય છે. જ્યારે 55 નોંધાયેલા પક્ષોને ફાળવાયેલા ચિહ્નોમાં બાટલાની બૂમરાણ વચ્ચે ગેસ સીલીન્ડર તેમજ ઘંટી, ખાટલો અને ડોલ જેવા ચિહ્નો પણ છે.

અમાન્ય પક્ષોને ડિલિસ્ટડે જાહેર કરાયા 

ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ સમક્ષ નોંધાયેલા માન્ય રાજકીય પક્ષો 14 છે. જેમાં ભાજપ, કોંગ્રેસ, બીએસપી, સામ્યવાદી પક્ષ, એનસીપી, સમાજવાદી પાર્ટી તથા જનતાદળ-યુ અને આપ સહિતના પક્ષોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ૫૫ નોંધાયેલા અમાન્ય પક્ષો છે. જ્યારે બે અમાન્ય પક્ષોને ડિલિસ્ટડે જાહેર કરાયા છે એટલે કે યાદીમાંથી દૂર કરાયા છે. જેમાં મહાગુજરાત જનતા પાર્ટી અને યુવા જાગૃતિ દળ છે.

આ પણ વાંચો: ચૂંટણી પંચે નવા નિયમ-એડવાઈઝરી જાહેર કરી, જોઈ લેજો નહીંતર ઉમેદવારી ગેરલાયક ઠરશે

આ ઉપરાંત આગામી ચૂંટણીઓ માટે આયોગે 140થી વધુ મુક્ત પ્રતિકો-ચૂંટણી ચિહ્નો જાહેર કર્યા છે. જેમાં એસી, અલમારી, બેબી વોકર, ફુગ્ગો, પટ્ટો, બેન્ચ, સાઈકલ પમ્પ, દુરબીન, પેટી, બ્રશ, કેક, કેરમબોર્ડ, સાંકળ, વેલણ પાટલી, આઈસક્રીમ, ઈસ્ત્રી, પેન્ટ, વટાણા સહિતના ચિહ્નોનો સમાવેશ થાય છે.

મહત્વનું છે કે આગામી ચૂંટણીઓમાં કોર્પોરેશનની ચૂંટણી અને તેમાં પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી ખૂબ જ મહત્ત્વની છે. કારણકે મિનિ વિધાનસભા ગણાતી એએમસીની ચૂંટણીમાં અનેકની ટિકિટ કપાવાની છે. કારણકે લોકોની ફરિયાદ છે કે વસ્ત્રાલ, નિકોલ, અમરાઈવાડી, ઓઢવ સહિતના ઘણાં પૂર્વ વિસ્તારોમાં તો પાંચ વર્ષમાં કોર્પોરેટરો દ્વારા જોઈએ તેટલા લોકોના કામો કરાયા નથી અને અનેક લોકોને પાંચ વર્ષે પણ ખબર નથી પડી કે તેઓના કોર્પોરેટર કોણ છે. કારણકે અનેક સમસ્યા છતાં કોર્પોરેટરો ફરક્યા નથી પરંતુ હવે ટીકીટો માટે પડાપડી કરી રહ્યા હોવાની લોકોની ફરિયાદો ઉઠી છે.