૬૬ વર્ષ પહેલા કન્યા કેળવણી માટે શરુ કરાયેલી માણેકચોકની બી.ડી.કોલેજનું હેરીટેજ બિલ્ડિંગ કોમર્શિયલ કોમ્પલેકસ બન્યું
મ્યુનિ.ના ભ્રષ્ટ અધિકારીઓ અને શાસકપક્ષના હોદ્દેદારોએ ઈમ્પેકટ ફીના કાયદા હેઠળ પાછલી તારીખમાં બાંધકામની મંજુરી આપી
અમદાવાદ,રવિવાર,
16 ઓકટોબર,2022
અમદાવાદમા આજથી ૬૬ વર્ષ અગાઉ કન્યા કેળવણીને પ્રોત્સાહન
આપવાના હેતુથી શહેરના માણેકચોકના સાંકડીશેરી
વિસ્તારમા ગુજરાત લો સોસાયટી એજયુકેશન ટ્રસ્ટ દ્વારા શરુ કરવામા આવેલી
બી.ડી.કોલેજના બિલ્ડિંગને તોડી પાડી હાલ આ સ્થળે ૧૬૬ જેટલી ઓફિસ અને દુકાનનુ બાંધકામ
ચાલી રહયુ છે.મ્યુનિસિપલ કોર્પોરેશન એસ્ટેટ વિભાગના ભ્રષ્ટ અધિકારીઓ અને શાસકોએ
બાંધકામ કરનાર સાથે મેળાપીપણુ અને સાંઠગાંઠ કરી બિલ્ડિંગના રીપેરીંગ અને
રીસ્ટોરેશન માટે વર્ષ-૨૦૧૪મા અરજદાર દ્વારા અરજી કરાઈ હોવા છતાં ઈમ્પેકટ ફીના
કાયદા હેઠળ ૨૮ માર્ચ-૨૦૧૧ પહેલાના કેસમાં બતાવી રુપિયા ૧.૪૪ કરોડની રકમ ઈમ્પેકટ ફી
હેઠળ અરજદાર પાસે ભરાવી કોમર્શિયલ બાંધકામને મંજુરી આપી છે.
ગુજરાત લો સોસાયટી
એજયુકેશન ટ્રસ્ટ દ્વારા દિકરીઓને ઉચ્ચ શિક્ષણ મળી રહે એવા ઉદ્દેશ્યથી
ખાડિયાના રહેણાંક વિસ્તારમાં સાંકડી શેરી,
માણેકચોક પાસે વર્ષ-૧૯૫૬મા બી.ડી.કોલેજની સ્થાપના કરાઈ હતી.વર્ષ-૨૦૦૭માં આ
કોલેજને એક્રીડીટેડ કોલેજ જાહેર કરાઈ હતી.વર્ષ-૨૦૧૦માં દેશના ટોચના અંગ્રેજી સામયિક દ્વારા કરવામા
આવેલા એક સરવેમાં આ કોલેજને અમદાવાદની શ્રેષ્ઠ કોલેજની યાદીમા ચોથો ક્રમ આપવામા
આવ્યો હતો.કોલેજમા ચાર મુખ્ય અને ચાર વૈકલ્પિક વિષય બી.એ.ની ડીગ્રી માટે અપાતા
હતા.એમ.એ.અને હોમ સાયન્સનો અભ્યાસક્રમ પણ ચલાવવામા આવતો હતો.
ખાડિયા ગામતળ વિસ્તારના સીટી સરવે નંબર-૧૯૧૧ અને
૧૯૧૨માં ૬૬ વર્ષ અગાઉ કન્યા કેળવણીને
પ્રોત્સાહન આપવાના હેતુથી બાંધવામા આવેલા હેરીટેજ કક્ષાનુ આ બિલ્ડિંગ કોમર્શિયલ
કોમ્પલેકસ બને એ માટે મધ્ય ઝોન એસ્ટેટના અધિકારીઓ ઉપરાંત મ્યુનિસિપલ કોર્પોરેશનના
હેરીટેજ વિભાગમા ફરજ બજાવતા અધિકારીઓ તથા ચૂંટાયેલી પાંખના હોદ્દેદારોએ અંગત રસ
લીધો હોવાની ખાડિયાના રહીશોમા ચર્ચા ચાલી રહી છે.કોમર્શિયલ પ્રકારના બાંધકામ છતા
અરજદાર દ્વારા ૧૦ ફેબુ્આરી-૨૦૧૪ના રોજ આપવામા આવેલી બાંધકામ નિયમિત કરવા અંગેની
અરજીને મ્યુનિસિપલ કોર્પોરેશનમા
કન્સલ્ટન્ટ-અર્બન પ્લાનર તરીકે ફરજ બજાવતા અધિકારી દ્વારા ૧૩ ઓકટોબર-૨૦૧૪ની તારીખથી મધ્યઝોનના
એસ્ટેટ-ટી.ડી.ઓ.વિભાગ તરફથી ઈલેકશન વોર્ડ ખાડિયામા આવેલા આ બિલ્ડિંગ માટે ઈમ્પેકટ
ફી,ખુટતા પાર્કીંગની
ફી તથા સેનેટરી ફી સાથે કુલ રુપિયા ૧.૪૪ કરોડથી વધુ રકમ ઈમ્પેકટ ફી પેટે વસૂલ કરી
બાંધકામ વર્ષ-૨૦૧૧ બાદનુ હોવા છતાં આ બાંધકામને ઈમ્પેકટ ફી લઈને બાંધકામને નિયમિત
કરવા રાજય સરકારના કાયદા હેઠળ ૨૮ માર્ચ-૨૦૧૧ પહેલાના બાંધકામમા ખપાવી દઈને મંજુરી
અપાતા આ તમામનુ બાંધકામ કરનાર સાથે મેળાપીપણુ હોવાની આશંકા સ્થાનિક રહીશો વ્યકત
કરી રહયા છે.
હેરીટેજ કન્ઝર્વેશન કમિટીએ હેરીટેજ સ્ટ્રકચર જાળવી રાખવા
કહયુ હતુ
બી.ડી.કોલેજના બિલ્ડિંગના રીપેરીંગ અને રીસ્ટોરેશન અંગે
મંજુરી માંગતી અરજી ૧૮ ફેબુ્આરી-૨૦૧૪ના રોજ મ્યુનિ.ની હેરીટેજ કન્ઝર્વેશન કમિટી
સમક્ષ મંજુરી માટે રજૂ કરાઈ હતી.અરજીના આધારે કમિટી દ્વારા કરવામા આવેલી સ્થળ તપાસ
બાદ અરજદાર ચેતન. આર.શાહ.,
બાલાજી હાઈટસ,સી.જી.રોડ,ને કોલેજ
બિલ્ડિંગના હેરીટેજ સ્ટ્રકચરને જાળવી રાખવા સંમત હોય તો રીપેરીંગ અથવા
રીસ્ટોરેશનની મંજુરી આપવા ભલામણ કરી હતી.અરજદારે મકાન જાળવણી ખર્ચ મોંઘો પડે છે, મિલકતનુ વેચાણ
કરી તેમાંથી ઉપજનાર આવક ટ્રસ્ટના હેતુ માટે વાપરવાનુ કારણ અરજીમા બતાવ્યુ હતું.
હેરીટેજ બાંધકામ તોડતા અગાઉ કાયદા મુજબ પબ્લિક ઓપીનીયન લેવો પડે
હાલના અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર થેન્નારસન અગાઉ
વર્ષ-૨૦૦૯મા શહેરમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તરીકે ફરજ બજાવતા હતા એ સમયે
તેમણે રાજયના અર્બન ડેવલપમેન્ટ અને અર્બન હાઉસીંગ ડિપાર્ટમેન્ટ તરફથી ૨૦
સપ્ટેમ્બર-૨૦૦૭ના રોજ પ્રસિધ્ધ કરવામા આવેલા રાજય સરકારના ગેઝેટ મુજબ રાજામહેતાની
પોળમા હેરીટેજ બાંધકામને લઈ પોતે વ્યકિતગત પોળમા જઈ રહીશોના અભિપ્રાય લીધા હતા.
બાંધકામ નિયમિત કરવામા કોને-કોને રસ?
અરજદારે પાંચ સપ્ટેમ્બર-૨૦૧૪ના રોજ બાંધકામ માટે નવા રજૂ
કરેલા ઓફિસ યુઝ પ્લાન સાથેની વિગતો મ્યુનિસિપલ કોર્પોરેશનના નિવૃત્ત ડેપ્યુટી
મ્યુનિસિપલ કમિશનર અને કન્સલ્ટન્ટ તરીકે ફરજ બજાવતા અધિકારીએ આ કેસને ૨૮
માર્ચ-૨૦૧૧ પહેલાના કેસમા ગણી મંજુરી આપવા ભલામણ કરી છે.લિસ્ટેડ હેરીટેજ બિલ્ડિંગ
અથવા બિલ્ડિંગ કે જે લિસ્ટેડ હેરીટેજ મોન્યુમેન્ટ નજીક આવેલ હોય તેમા મોટા
પ્રમાણમા ફેરફાર કરવા, રીપેરીંગ
કે બાંધકામની મંજુરી આપતા અગાઉ પબ્લિક ઓપીનીયન હેરીટેજ કન્ઝર્વેશન કમિટી દ્વારા કે
હેરીટેજ વિભાગના અધિકારીએ ૨૦૦૭ના ગેઝેટ મુજબ લેવો પડે.જે ૧૫ વર્ષ અગાઉ હાલના મ્યુનિસિપલ
કમિશનર થેન્નારસને રાજા મહેતાની પોળના કેસમા લીધો હતો.ઉપરાંત મંજુરી માટે રજૂ
કરવામા આવેલી એફિડેવીટ પણ ખોટી હોવાની આશંકા સાથે સ્થાનિક રહીશોએ બાંધકામ માટે
આપવામા આવેલી રજા ચિઠ્ઠી રદ કરવી જોઈએ એવી પણ માંગ કરી છે.