Surat : સુરત મહાનગરપાલિકામાં જિલ્લા કેટલાક વખતથી કતારગામની શાળાના સ્થળ બદલવા પર વિવાદે ચાલી રહ્યો હતો. આજે પાલિકાની સ્થાયી સમિતિએ તાત્કાલિક અસરથી નવી જગ્યાએ ચાલતી શાળાની કામગીરી અટકાવવાનો આદેશ કર્યો છે. આ સાથે નવા સ્થળે કામગીરી કઈ રીતે શરૂ થઈ તે માટે તપાસના આદેશ આપ્યા છે.
સુરત મહાનગરપાલિકાના કતારગામ ઝોનમાં વોર્ડ નંબર સાતમાં માધ્યમિક શાળા મંજૂર થઈ હતી તેની જગ્યાએ ધારાસભ્યએ ભલામણ કરી હતી. ત્યાં વોર્ડ નંબર 8 માં કામગીરી શરૂ થઈ હતી. આ મુદ્દે વિવાદ થયો હતો સૌથી પહેલા ભાજપના કોર્પોરેટર નરેન્દ્ર પાંડવ અને જ્યોતિ પટેલે સ્થળ બદલવાની કામગીરી સામે વિરોધ નોંધાવ્યો હતો. પક્ષના કોર્પોરેટરના વિરોધ બાદ વિરોધ પક્ષ પણ આ મુદ્દે વિરોધ નોંધાવી પ્રદર્શન કર્યું હતું.
દરમિયાન આજે સ્થાયી સમિતિની બેઠકમાં આ શાળાનો નવી જગ્યાએ કામ તાત્કાલિક અટકાવવા માટે સૂચના આપી છે. અધ્યક્ષ રાજન પટેલે જણાવ્યું હતું કે ભાજપના કોર્પોરેટર દ્વારા શાળાની માંગણી કરવામાં આવી હતી. અને ધારાસભ્ય વિનોદ મોરડીયાએ અન્ય વિસ્તારમાં વધુ લાભાર્થી મળી શકે તે માટે સ્થળ બદલવા સૂચન કર્યું હતું. નવી જગ્યાએ શાળાનું બાંધકામ શરૂ થયું છે આ મુદ્દે તપાસ સોંપવામાં આવી છે. સરળતાથી અને તેની સાથે શાળાનું બાંધકામ તાત્કાલિક બંધ કરાવવા માટે આદેશ આપવા સાથે સ્થાયી સમિતિ ની મંજૂરી વિના કામગીરી કેવી રીતે શરૂ થઈ તે માટે તપાસના આદેશ આપવામાં આવ્યા છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે સ્થાનિક લોકો કોર્પોરેટર સાથે ચર્ચા કરી શાળા અંગે નિર્ણય કરવામાં આવશે.


