Gujarat

સ્ટાન્ડર્ડ ઓપરેટીંગ પ્રોસીજર જાહેર કરાઈ , AMC કોન્ટ્રાકટરને બ્લેક લિસ્ટ કરતા પહેલાં ત્રણ નોટિસ અપાશે

By GS TEAM
4 Nov 20251 min read
સ્ટાન્ડર્ડ ઓપરેટીંગ પ્રોસીજર જાહેર કરાઈ , AMC કોન્ટ્રાકટરને બ્લેક લિસ્ટ કરતા પહેલાં ત્રણ નોટિસ અપાશે

અમદાવાદ,સોમવાર,3 નવેમ્બર,2025

કોર્પોરેશનના કોન્ટ્રાકટરો માટે એસ.ઓ.પી.જાહેર કરાઈ છે.નિયત સમયમા કામ પુરુ ના કરે અથવા અધુરી કામગીરી છોડી જતા રહે એવા કોન્ટ્રાકટરોને બ્લેક લિસ્ટ કરતા પહેલા ત્રણ નોટિસ અપાશે.લીગલ ખાતુ પણ નોટિસ આપશે. આમ છતાં કોન્ટ્રાકટર તરફથી કોઈ સ્પષ્ટતા ના મળે તો કોર્પોરેશનના આર્થિક નુકસાનને તેની બેન્ક ગેરંટીમાંથી વસૂલ કરાશે.

કોર્પોરેશનના વિવિધ પ્રોજેકટ પૈકી ઘણાં કામોમા કોન્ટ્રાકટરોની બેદરકારી જોવા મળતી હોય છે. આવા કીસ્સાઓમાં જે તે કોન્ટ્રાકટરને નોટિસ આપ્યા પછી બ્લેકલિસ્ટ કરવા કમિટી બનાવાશે.કમિટીમાં ડેપ્યુટી મ્યુનિ.કમિશનર,ઝોન,પ્રોજેકટ, ફાયનાન્સ, વિજિલન્સ ઉપરાંત સીટી ઈજનેર, વોટર રીસોર્સિસ મેનેજમેન્ટ તથા વિભાગના ઉપરી અધિકારી તમામ બાબતનો અભ્યાસ કરી કોન્ટ્રાકટરને ડી-બાર કે બ્લેક લિસ્ટ કરવા અંગે અંતિમ નિર્ણય લેશે.