Get The App

ધોરણ-12 સામાન્ય પ્રવાહનું 76.29 ટકા પરિણામ, બનાસકાંઠાના સોની કેન્દ્રનું સૌથી વધુ પરિણામ

Updated: Jun 15th, 2020

GS TEAM


Google News
Google News
ધોરણ-12 સામાન્ય પ્રવાહનું 76.29 ટકા પરિણામ, બનાસકાંઠાના સોની કેન્દ્રનું સૌથી વધુ પરિણામ 1 - image

અમદાવાદ, તા. 15 જૂન 2020, સોમવાર

ધોરણ 12 સામાન્ય પ્રવાહનું કુલ 76.29 ટકા પરિણામ જાહેર થયું છે. જે છેલ્લા 8 વર્ષનું સૌથું ઊંચુ પરિણામ છે. રાજ્યમાં સૌથી વધુ બનાસકાંઠાના સોની કેન્દ્રનું 97.76 ટકા પરિણામ જાહેર થયું છે. જ્યારે કે સૌથી ઓછું ગીર સોમનાથના ડોળાસા કેન્દ્રનું 30.21 ટકા પરિણામ આવ્યું છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી અને શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી છે.

બીજી તરફ પાટણ જિલ્લાનું સૌથી વધુ 86.67 ટકા પરિણામ જાહેર થયું છે. તો જૂનાગઢ જિલ્લાનું સૌથી ઓછું 58.26 ટકા પરિણામ જાહેર થયું છે. વિદ્યાર્થીઓ બોર્ડની વેબસાઇટ www.gseb.org પર તેમનું જોઈ શકે છે. આ વખતે 5 લાખ 27 હજાર 140 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. ઓનલાઇન પરિણામ જાહેર થયા બાદ હવે પરિણામના ગુણપત્રકોના વિતરણની તારીખ હવે પછી પ્રસિદ્ધ કરવામાં આવશે તથા ગુણ ચકાસણી અને દફતર ચકાસણી તેમજ પૂરક પરીક્ષા-2020 અંગે હવે પછી જાહેરાત કરાશે.

અમદાવાદમાં પણ ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં સફળ થયેલા વિદ્યાર્થીઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. ધોરણ-12ના સામાન્ય પ્રવાહના પરિણામમાં અમદાવાદના અનેક વિદ્યાર્થીઓએ એ-વન ગ્રેડ મેળવ્યો છે. 

 ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા માટે 5 લાખ 27 હજાર 140 વિદ્યાર્થીઓ રજીસ્ટર્ડ થયા હતા. જેમાંથી અંદાજે 5 લાખ જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. વિદ્યાર્થીઓ હાલમાં માત્ર ઓનલાઈન જ પરિણામ જોઈ શકે છે. માર્કશીટ માટે બોર્ડ દ્વારા નવી તારીખ જાહેર કરાશે.

સૌથુ વધુ પરિણામ બનાસકાંઠાના સૌની કેન્દ્રનું

બનાસકાંઠાના સોની કેન્દ્રનું 97.76 ટકા પરિણામ

સૌથું ઓછું પરિણામ ગીર-સોમનાથના ડોળાસા કેન્દ્રનું

ગીર-સોમનાથના ડોળાસા કેન્દ્રનું 30.21 ટકા પરિણામ

પાટણ જિલ્લાનું સૌથી વધું 86.67 ટકા પરિણામ

જૂનાગઢ જિલ્લાનું સૌથી ઓછું 58.26 ટકા પરિણામ

269 શાળાઓનું 100 ટકા પરિણામ

56 શાળાઓનું પરિણામ 10 ટકા કરતાં ઓછું

વિદ્યાર્થીઓનું પરિણામ 70.97 ટકા

વિદ્યાર્થિનીઓનું પરિણામ 82.20 ટકા


રાજકોટ જિલ્લાનું 79.14 ટકા રીઝલ્ટ, રૂપાવટી કેન્દ્રનું સૌથી વધુ 94. 99 ટકા પરિણામ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજરોજ ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું, રાજ્યનું પરિણામ 76 .29 ટકા જાહેર થયું હતું. જ્યારે રાજકોટ જિલ્લાનું રીઝલ્ટ 79.14 ટકા જાહેર કરવામાં આવ્યું છે. જેમાં સૌથી ઉંચું પરિણામ રૂપાવટી પરીક્ષા કેન્દ્રનું 94. 99 ટકા જાહેર કરવામાં આવ્યું છે.

તાજેતરમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 સાયન્સ બોર્ડ ધોરણ 10નું પરિણામ જાહેર કરવામાં આવ્યા બાદ આજરોજ સવારે આઠ વાગ્યે બોર્ડની વેબસાઈટ ધોરણ 12 સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું હતું. ધોરણ 12નું પરિણામ જાહેર થતાં દરેક વિદ્યાર્થીઓને આજે તેમની સ્કૂલોમાં અથવા ઘરે બેઠા ઓનલાઇન રિઝલ્ટ જોવા મળ્યું હતું. રાજકોટ શહેરમાં દર વર્ષે બોર્ડની પરીક્ષાના પરિણામો દરમ્યાન ઉત્સવનો માહોલ જોવા મળે છે, પરંતુ આ વર્ષે ગત વર્ષ કરતા ઓછું પરિણામ હોવા છતાં પણ લોકડાઉનના કારણે વિદ્યાર્થીઓ શાળાએ આવી શક્યા નહોતા તેમજ ઉત્સવનો અભાવ જોવા મળ્યો હતો

રાજકોટ જિલ્લાના ધોરણ 12ના સામાન્ય પ્રવાહના પરિણામ અંગે રાજકોટના જિલ્લા શિક્ષણ અધિકારીએ જણાવ્યું હતું કે, રાજકોટ શહેરના પરિણામોમાં રૂપાવટી કેન્દ્ર સૌથી અગ્રસ્થાને રહ્યું છે. ત્યારબાદ બીજું સ્થાન વાંગધ્રાના પરીક્ષા કેન્દ્રનું રહ્યું છે. જેનું પરિણામ 91.74 ટકા પરિણામ જાહેર થયું છે.

રાજકોટના જિલ્લા શિક્ષણાધિકારીએ, ધોરણ 12 સામાન્ય પ્રવાહના પરિણામ સંદર્ભે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લામાં છેવાડાનું ગામ એવા વિછીયા તાલુકાના રૂપાવટી કેન્દ્રનું પરિણામ સૌથી ઊંચું આવ્યું છે કારણકે ત્યાં નિવાસી શાળા વન પ્રમાણ વધારે છે. વિદ્યાર્થીઓ જ્યાં રહે છે તે જ સ્કૂલમાં ભણવાનું તેઓને હોય છે પરિણામે હોમ વર્ક અને લેશન કરવા માટે પૂરતો સમય તે વિદ્યાર્થીઓને મળી રહે છે. વિછીયા તાલુકો ઔદ્યોગિક રીતે પછાત ગણવામાં આવે છે, પરંતુ શૈક્ષણિક રીતે આ તાલુકાના પરીક્ષા કેન્દ્રો એ સમગ્ર જિલ્લામાં ગૌરવવંતુ સ્થાન પ્રાપ્ત કર્યું છે.

ધોરણ 12 સામાન્ય પ્રવાહના પરિણામમાં રાજકોટ જિલ્લામાં 108 વિદ્યાર્થીઓને A1 ગ્રેડ મળ્યા, તેમજ 1551 વિદ્યાર્થીઓને A2 ગ્રેડ મળ્યા.

રાજકોટ જિલ્લાનુ ધોરણ 12 સામાન્ય પ્રવાહનુ પરિણામ 

રાજકોટ ઇસ્ટ          77.35%

રાજકોટ વેસ્ટ          83.51%

રાજકોટ નોર્થ          80.86%    

રાજકોટ સાઉથ       82.87%       

રાજકોટ સેન્ટ્રલ        77.26%       

રૂપાવટી                94.99%               

ધાંગ્રધા                   91.74%               

જસદણ                  80.07%  

વીંછીયા                 73.94%

પડધરી                   71.68%

ઉપલેટા                  80.45%

ધોરાજી                   85.77%

જામ કંડોરણા          79.57%

ગોંડલ                     63.95%

Tags :