Get The App

ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ પૂરક પરીક્ષા-2025નું રજિસ્ટ્રેશન બે દિવસ માટે લંબાવાયું, બોર્ડ દ્વારા અપાઈ માહિતી

Updated: May 19th, 2025

GS TEAM


Google News
Google News
ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ પૂરક પરીક્ષા-2025નું રજિસ્ટ્રેશન બે દિવસ માટે લંબાવાયું, બોર્ડ દ્વારા અપાઈ માહિતી 1 - image


Standard 12 Science News: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા પૂરક પરીક્ષા માટેની તારીખ 19 મે 2025 થી વધુ બે દિવસ માટે લંબાવીને હવે તારીખ 21 મે 2025 સુધી કરવામાં આવી છે. બોર્ડ દ્વારા એક પત્ર જાહેર કરીને આ બાબતે પૂરક પરીક્ષા માટેના ઉમેદવારોને જાણ કરવામાં આવી છે.

આ પત્ર મુજબ, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહની ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા ફેબ્રુઆરી-માર્ચ-2025 માં જે વિદ્યાર્થીઓ એક કે તેથી વધુ વિષય/વિષયોમાં ગેરહાજર રહ્યા હોય અથવા એક કે તેથી વધુ વિષય/વિષયોમાં અનુત્તીર્ણ (નાપાસ) હોવાને કારણે ગુણપત્રકમાં (NEEDS IMPROVEMENT) સુધારણાને અવકાશ ધરાવે છે તેવા વિદ્યાર્થીઓ વર્ષ-2025 ની પૂરક પરીક્ષામાં ઉપસ્થિત થઇ શકશે. ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહની ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા ફેબ્રુઆરી-માર્ચ-2025 માં જે વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ(પાસ) થયેલા છે, પરંતુ પોતાના પરિણામને સુધારવા ઇચ્છુક છે તેવા વિદ્યાર્થીઓ પણ ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહની ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા પૂરક-2025 માં ઉપસ્થિત થઇ શકશે.

વધુમાં જણાવ્યું છે કે આ આવેદનપત્ર રૂબરૂ કે ટપાલ દ્વારા સ્વીકારવાની પદ્ધતિ અમલમાં નથી. જેથી વિદ્યાર્થીઓની યાદી બોર્ડને મોકલવાની રહેતી નથી. પરીક્ષા માટેનું ઓનલાઇન આવેદન કરવાની તથા ફી ભરવાની કામગીરી કરવા માટેની અંતિમ તારીખ 19/05/2025 હતી જે વધુ બે દિવસ માટે લંબાવીને તારીખ 21/05/2025ના સાંજના 05:00 કલાક સુધી કરવામાં આવી છે.

ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ પૂરક પરીક્ષા-2025નું રજિસ્ટ્રેશન બે દિવસ માટે લંબાવાયું, બોર્ડ દ્વારા અપાઈ માહિતી 2 - image

Tags :