Get The App

ગુજરાતઃ ધોરણ 10 અને 12ના રીપીટરની પરીક્ષા 15 જુલાઈથી શરૂ થશે, ટૂંક સમયમાં જાહેર થશે કાર્યક્રમ

Updated: Jun 19th, 2021


Google News
Google News
ગુજરાતઃ ધોરણ 10 અને 12ના રીપીટરની પરીક્ષા 15 જુલાઈથી શરૂ થશે, ટૂંક સમયમાં જાહેર થશે કાર્યક્રમ 1 - image


ગાંધીનગર, તા. 19 જૂન 2021, શનિવાર

કોરોના મહામારીની પ્રવર્તમાન સ્થિતિને ધ્યાને લેતાં ધોરણ-10 અને ધોરણ 12ના નિયમિત (રેગ્યુલર) વિદ્યાર્થીઓને આ વર્ષ પૂરતું માસ પ્રમોશન આપવાનો નિર્ણય લેવાયો હતો. જોકે, ધોરણ 10-12ના રીપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાનો નિર્ણય મોકૂફ રાખવામાં આવ્યો હતો.

દરમિયાન આજે ધોરણ 10 અને 12ના રીપીટરની પરીક્ષાની તારીખ જાહેર કરવમાં આવી છે, જે અનુસાર 15 જુલાઇથી વિદ્યાર્થીઓની પરીક્ષા હાથ ધરાશે. બીજી તરફ રીપીટર વિદ્યાર્થીની પરીક્ષા સાથે ગુજકેટની પરીક્ષા લેવાની પણ સરકારે જાહેરાત કરી છે. 

પરીક્ષાનો વિગતવાર કાર્યક્રમ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. આ અગાઉ 1 જુલાઈએ ધોરણ 10 અને 12ના રીપીટર, ખાનગી અને પૃથ્થક ઉમેદવારોની પરીક્ષા લેવાનો નિર્ણય મોકૂફ રાખવામાં આવ્યો હતો. આખરે આજે શિક્ષણ વિભાગે પરીક્ષાની નવી તારીખ જાહેર કરી છે. આ વર્ષે ધોરણ 10માં સવા ત્રણ લાખ જ્યારે ધોરણ 12માં સવાલ લાખથી વધુ વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યાં હતા. 

ઉલ્લેખનીય છે કે કોરોનાને પગલે ધોરણ રેગ્યુલર વિદ્યાર્થીઓની પરીક્ષા રદ્દ કરી તેમને માસ પ્રમોશન આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ત્યારે ધોરણ 10માં રીપીટર વિદ્યાર્થીઓએ પણ ફોર્મ ભર્યા હતા. જેમને માસ પ્રમોશન આપવામાં નથી આવ્યું. જેથી રાજ્ય શાળા સંચાલક મંડળ દ્વારા 15 મે ના રોજ રિપિટર વિદ્યાર્થીઓને પણ માસ પ્રમોશન આપવા માગણી કરવામાં આવી હતી. 

Tags :