Gujarat

વડોદરામાં કાલીબાગની રાત્રી બજારમાં વેપારીઓ વચ્ચે ઝઘડાબાદ ખુરશી ઉછળતા નાસભાગ મચી, ચાર પકડાયા

By GS TEAM
27 Dec 20251 min read
TukuTouch Logo
વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં આવેલા રાત્રી બજારમાં ફરી એકવાર મારામારીનો બનાવ બનતા નાસભાગ મચી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરામાં કાલીબાગની રાત્રી બજારમાં વેપારીઓ વચ્ચે ઝઘડાબાદ ખુરશી ઉછળતા નાસભાગ મચી, ચાર પકડાયા

Vadodara : વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં આવેલા રાત્રી બજારમાં ફરી એકવાર મારામારીનો બનાવ બનતા નાસભાગ મચી હતી.

કારેલીબાગ વિસ્તારમાં કોર્પોરેશન દ્વારા સંચાલિત રાત્રિ બજારમાં ગ્રાહકોને આકર્ષવા માટે તેમ જ ખુરશીઓ મુકવા માટે અવાર-નવાર ઝઘડા થતા હોય છે. આ ઉપરાંત માથાભારે તત્વો પણ અહીં અડીંગો જમાવતા હોવાથી હુમલાના બનાવો બનતા હોય છે. જેની અગાઉ પોલીસ ફરિયાદો પણ થયેલી છે અને અહીં પોલીસ ચોકી પણ ઉભી કરવામાં આવી હતી. ગઈકાલે રાત્રે આ જ પ્રકારનો વધુ એક બનાવ બનતા ઉત્તેજના વ્યાપી હતી.

રાજસ્થાન ભેલ અને રાજસ્થાન કુલ્ફી નામના દુકાનદારો વચ્ચે ઝઘડો થયા બાદ હાતાભાઈ થતા અને ખુરશીઓ ઉછળતા લોકોમાં ગભરાટ વ્યાપ્યો હતો. પોલીસે આ અંગે મનોજ સુબ્બારાવ વાઘેલા, લૌકેશ સુબ્બારાવ વાઘેલા, સુધીર રાધેશ્યામ સક્સેના અને દિનેશ ચંદ્રપાલ શર્માની અટકાયત કરી હતી.