દિવાળીના તહેવારોમાં ફટાકડા વેચાણ માટે પાલિકા હસ્તકના હંગામી સ્ટોલ હરાજીથી અપાશે
Vadodara Corporation : આગામી દિવાળીના તહેવારો નિમિત્તે પાલિકા હસ્તકના પ્લોટ પર હંગામી ધોરણે ફટાકડાના વેચાણ માટે સ્ટોલ જગ્યા જાહેર હરાજીથી અપાશે.
ઉલ્લેખનીય છે કે આગામી દિવાળીના તહેવાર અને ધ્યાનમાં લઈને વડોદરા મહાનગરપાલિકા હસ્તકના ટીપી સ્કીમના ફાઇનલ પ્લોટમાં ચોક્કસ માપની જગ્યા, નિયત મુદત માટે ફટાકડાના સ્ટોલ રાખવા બાબતે લાઇસન્સ ફીથી મેળવવા અંગે તંત્ર દ્વારા અરજીઓ મંગાવવામાં આવી છે.
જાહેર હરાજીમાં ભાગ લેવા માટે ડિપોઝિટ તા. 17મીએ બપોરે ત્રણ વાગ્યા સુધી ભરી શકાશે. આ અંગે ડિપોઝિટ રૂપિયા 50 હજારો રાખવામાં આવી છે. પ્રત્યેક પ્લોટ દીઠ ડિપોઝિટની રકમ, ફાઇનલ પ્લોટ નંબર, જગ્યાની વિગતો સહિત હરાજીની શરતો ઓછામાં ઓછી અપસેટ વેલ્યુની વિગત સહિત પ્લોટ ફાળવણીની શરતો પાલિકા કચેરીના જમીન મિલકત શાખા ખાતેથી ઓફિસ સમય દરમિયાન મળશે. આ ઉપરાંત પાલિકાની વેબસાઈટ પરથી પણ જાણી શકાશે તેમ આસિ.મ્યુ. કમિ.એ જણાવ્યું છે.