Get The App

એસ.ટી. નિગમના કર્મચારીઓ માટે આનંદના સમાચાર! મોંઘવારી ભથ્થામાં 2 ટકાનો વધારો

Updated: Aug 26th, 2025

GS TEAM

Google News
Google News
એસ.ટી. નિગમના કર્મચારીઓ માટે આનંદના સમાચાર! મોંઘવારી ભથ્થામાં 2 ટકાનો વધારો 1 - image


DA Hike News : ગુજરાત સરકાર દ્વારા રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ(એસ.ટી.)ના કર્મચારીઓ માટે એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા એસ.ટી. નિગમના કર્મચારીઓને હાલ ચૂકવાતા મોંઘવારી ભથ્થામાં 2 ટકાનો વધારો જાહેર કરવામાં આવ્યો છે. આ વધારા બાદ હવેથી કર્મચારીઓને 55 ટકા મોંઘવારી ભથ્થું ચૂકવવામાં આવશે.

આ વધારાની જાહેરાત સાથે જ મોંઘવારી ભથ્થાના એરિયર્સની પણ ચૂકવણી કરવાનો નિર્ણય લેવાયો છે. જેનાથી કર્મચારીઓમાં ખુશીની લાગણી વ્યાપી છે. સરકારના આ હકારાત્મક નિર્ણયથી એસ.ટી. નિગમના 30,000થી વધુ કર્મચારીઓને કુલ રૂ. 30 કરોડથી વધુનો લાભ મળશે.

સરકારના આ પગલાથી કર્મચારીઓને મોટી આર્થિક રાહત મળશે. આ અંગેની વિગતવાર માહિતી અને અમલીકરણની પ્રક્રિયા ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. એસ.ટી. નિગમના કર્મચારીઓએ સરકારના આ નિર્ણયને આવકાર્યો છે.

Tags :