- અમદાવાદ સિવિલ હોસ્પિટલના બીછાને કંડકટરે દમ તોડયો
- બોટાદ ટાઉન પોલીસે પિસ્ટલ કારતૂસ કબ્જે લઈ આત્મહત્યાના કારણ સુધી પહોંચવા તપાસ શરૂ કરી
બોટાદના નારાયણનગ૨ બે પાંચપડા સુંદરમ સ્કુલની બાજુમા રહેતા અને એસટીમાં કંડકટર તરીકે ફરજ બજાવતા બાવકુભાઈ રામભાઈ ખવડએ ગત ૧૭ જુલાઈ ૨૦૨૫ ના રોજ પોતાના ઘરે ખાનગી પિસ્ટલ વડે કપાળના ભાગે ફાયરિંગ કરી આત્મહત્યાની કોશિશ કરી હતી.બાવકુભાઈ ગંભીર ઇજા થતા ખાનગી દવાખાનામાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.જ્યાં તેમની તબિયત વધુ નાજુક બનતા ઈજાગ્રસ્તને તુરતજ અમદાવાદ સિવિલ હેસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.જ્યાં તા.૧૮ જુલાઈ ૨૦૨૫ ના રોજ મોત નિપજ્યું હતું.પોલીસે પિસ્ટલ તેમજ કારતૂસ એફએસએલની તપાસ માટે ગાંધીનગર ખાતે મોકલી આપ્યા છે.તદુપરાંત મૃતક હથિયારોનું લાઇસન્સ પણ ધરાવતા નહતા.આ બનાવ સંદર્ભે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.મૃતકે ક્યાં કારણોસર આત્મહત્યા તે અંગે રહસ્ય ઘૂંટાઈ રહ્યું છે.


