Gujarat

સંતરામપુરથી અમદાવાદ જતી ST બસના 'દારૂડિયા' ડ્રાઈવરે સ્પીડ બ્રેકર કુદાવ્યો, મુસાફરોને થઈ નાની-મોટી ઈજાઓ

By GS TEAM
29 Jun 20251 min read
TukuTouch Logo
ગુજરાતમાં ખાલી નામની જ દારૂબંધી હોવાની ઘટના સામે આવતી હોય છે, ત્યારે મહીસાગરમાં ST બસના 'દારૂડિયા' ડ્રાઈવરે બાલાસિનોર નગરના પ્રવેશ દ્વાર પર બ્રેક ન મારીને બે સ્પીડ બ્રેકર કુદાવ્યા હતા. સંતરામપુરથી અમદાવાદ જતી ST બસના ડ્રાઈવરે સ્પીડ બ્રેકર કુદાડવાની ઘટનામાં પાંચ મુસાફરોને ઈજાઓ પહોંચતા સારવારે અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

Summarized by AI; it may make mistakes. Check important info

સંતરામપુરથી અમદાવાદ જતી ST બસના 'દારૂડિયા' ડ્રાઈવરે સ્પીડ બ્રેકર કુદાવ્યો, મુસાફરોને થઈ નાની-મોટી ઈજાઓ

Mahisagar News : ગુજરાતમાં ખાલી નામની જ દારૂબંધી હોવાની ઘટના સામે આવતી હોય છે, ત્યારે મહીસાગરમાં ST બસના 'દારૂડિયા' ડ્રાઈવરે બાલાસિનોર નગરના પ્રવેશ દ્વાર પર બ્રેક ન મારીને બે સ્પીડ બ્રેકર કુદાવ્યા હતા. સંતરામપુરથી અમદાવાદ જતી ST બસના ડ્રાઈવરે સ્પીડ બ્રેકર કુદાડવાની ઘટનામાં પાંચ મુસાફરોને ઈજાઓ પહોંચતા સારવારે અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. 

ST બસ ચાલકે બે સ્પીડ બ્રેકર કુદાવ્યા

મળતી માહિતી મુજબ, સંતરામપુરથી અમદાવાદ જતી ST બસ ચાલકની બેદરકારીના કારણે મોટી દુર્ઘટના થતી રહી ગઈ હતી. જેમાં મહીસાગરના બાલાસિનોર નગરના પ્રવેશ દ્વાર પાસે ST બસ ચાલકે બે સ્પીડ બ્રેકર કુદાવી દીધા હતા. જેને લઈને મુસાફરોને નાની-મોટી ઈજા પહોંચી હતી. 

આ પણ વાંચો: ગુજરાતમાં આજે 160 તાલુકામાં મેઘમહેર, સૌથી વધુ કડીમાં 3.58 ઈંચ વરસાદ, જુઓ ક્યાં-કેટલો વરસ્યો

આ પછી ઈજાગ્રસ્તે 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા. બસ ડ્રાઈવરની બેદરકારીને લઈને મુસાફરોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ડ્રાઈવર નશાની હાલતમાં હોવાનું સામે આવ્યું છે, ત્યારે મુસાફરોએ ડ્રાઈવર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માગ કરી હતી.