Gujarat
એસ.ટી. બસના ડ્રાઇવરે બસ કુદાવતા મુસાફરને ઇજા
By GS TEAM
18 Apr 20261 min read

વડોદરા,એસ.ટી. બસના ડ્રાઇવરે સ્પીડ બ્રેકર કુદાવી દેતા પાછલી સીટ પર બેસેલા મુસાફરને ઇજા થઇ હતી. જે અંગે હરણી પોલીસે એસ.ટી.બસના ડ્રાઇવર સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પંચમહાલ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના બારિયા ગામે રહેતો શ્રમજીવી સાયબાભાઇ દેવાભાઇ બારિયા ગઇકાલે સવારે એસ.ટી. બસમાં બારિયાથી બેસીને સુરત જવા નીકળ્યા હતા. વડોદરા ગોલ્ડન ચોકડીથી થોડે આગળ જતા ડ્રાઇવરે સ્પીડ બ્રેકર કૂદાવી દેતા છેલ્લી સીટ પર બેસેલા સાયબાભાઇ ઉછળીને પટકાયા હતા. તેઓને કમરના ભાગે ઇજા થતા એસ.ટી. બસનો ડ્રાઇવર બસ લઇને તેઓને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ ગયો હતો. ત્યારબાદ એસ.ટી. બસનો ડ્રાઇવર જતો રહ્યો હતો. ડોક્ટરે સાયબાભાઇને કમરના ભાગે ફ્રેક્ચર થયું હોવાનું જણાવ્યું હતું.








