Gujarat

માથામાં ઇજા થતા એસ.આર.પી. જવાનનું મોત

By GS TEAM
7 May 20261 min read
માથામાં ઇજા થતા એસ.આર.પી. જવાનનું મોત

 વડોદરા,ઘરમાં પડી જવાથી માથામાં ગંભીર ઇજા થતા એસ.આર.પી. જવાનનું મોત થયું છે. જે અંગે મકરપુરા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, એસ.આર.પી. ગુ્રપ -૯ બારીગેટ પોલીસ લાઇનમાં રહેતા ૪૦ વર્ષના એસ.આર.પી. જવાન  છેલ્લા નટુભાઇ કરસનભાઇ મંડોડ  છેલ્લા ૧૮ વર્ષથી અહીંયા રહે છે. તેમનો પરિવાર હાલ દાહોદ વતનમાં ગયો છે. પરિવારે સતત કોલ કરવા છતાં નટુભાઇએ કોલ રિસિવ  નહીં કરતા તેમના ભાઇ  વડોદરા દોડી આવી હતી. દરવાજો ખોલીને જોયું તો તેમના  નટુભાઇજાગ્રસ્ત હાલતમાં જમીન પર પડયા હતા. જે અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી. મકરપુરા પોલીસે મોતનું ચોક્કસ કારણ જાણવા માટે પી.એમ.  કરાવ્યું હતું. પ્રાથમિક રિપોર્ટમાં નટુભાઇને પડી જવાથી માથામાં ઇજા થતા મોત થયું હોવાનું જાણવા મળ્યું છે. ને આજે સવારે માથામાં ઇજા થતા મોત થયું હતું. જે અંગે મકરપુરા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.