Gujarat
પ્રથમ વખત ‘સર્પાકાર સૂર્ય નમસ્કાર’નું આયોજન
By GS TEAM
29 Jun 20251 min read

સમા - સાવલી રોડ ખાતે આજે વહેલી સવારે એસ એન ફાઉન્ડેશન દ્વારા સ્પાયરલ સૂર્ય નમસ્કાર કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં 300 જેટલા યોગસાધકોએ ભાગ લીધો હતો. આ ઉપરાંત 350 જેટલા સાધકો ઓન લાઇન પણ જોડાયા હતા. સર્પાકાર સૂર્યનમસ્કારની વિશેષતા એ હતી કે, તેમાં દિવ્યાંગ લોકો પણ સહભાગી થયા હતા. અઢી કલાકમાં 108 સર્પાકાર સૂર્યનમસ્કાર ઉપસ્થિત યોગ સાધકોએ પૂર્ણ કર્યા હતા. તેમજ સ્પાઈરલ સૂર્યનમસ્કારમાં બે મિનિટનો પાઠ જેમાં સંસ્કૃત શ્લોક અને ત્યારબાદ સૂર્યના બાર પવિત્ર નામોનો સમાવેશ થાય છે.








