Get The App

આણંદ-ગોધરા સેક્શન પર ટ્રેનોની સ્પીડ 110 કિમી પ્રતિ કલાક સુધી વધારી

Updated: Dec 17th, 2025

GS TEAM

Google News
Google News
આણંદ-ગોધરા સેક્શન પર ટ્રેનોની સ્પીડ 110 કિમી પ્રતિ કલાક સુધી વધારી 1 - image

Western Railways : વડોદરા વિભાગ દ્વારા આણંદ–ગોધરા સેક્શન પર ટ્રેનોની મહત્તમ ઝડપ સફળતાપૂર્વક વધારીને 110 કિમી પ્રતિ કલાક કરવામાં આવી છે. આ નિર્ણયથી રેલ સેક્શનની ક્ષમતા વધશે તેમજ સમય બચત થવાથી મુસાફરોને લાભ થશે. 

વેસ્ટર્ન રેલવેના જનસંપર્ક અધિકારીના જણાવ્યા મુજબ, આણંદ-ગોધરા સેક્શનની કુલ લંબાઈ 78 કિલોમીટર છે. સેક્શન પર મુસાફર ટ્રાફિક શરૂ થતા સમયે અપ લાઇન પર સ્પીડ લિમિટ લગાવવામાં આવી હતી. સ્પીડ અપગ્રેડેશન માટે બેલાસ્ટ પ્રોફાઇલમાં સુધારા કરવામાં આવ્યા છે તેમજ કેટલાક પુલોને વધુ મજબૂત બનાવવામાં આવ્યા છે. સ્પીડ અપગ્રેડેશનના પરિણામે આ મહત્વપૂર્ણ રેલ કોરિડોર પર મુસાફરીનો સમય ઘટશે, ટ્રેનોનું સંચાલન વધુ સુચારું બનશે.