Get The App

પશ્ચિમ રેલવેના વડોદરા વિભાગમાં પ્રતાપનગર–જોબટ અને આણંદ–ગોધરા સેકશનમાં ટ્રેનોની ગતિમાં વધારો કરાયો

Updated: Jan 22nd, 2026

GS TEAM

Google News
Google News
પશ્ચિમ રેલવેના વડોદરા વિભાગમાં પ્રતાપનગર–જોબટ અને આણંદ–ગોધરા સેકશનમાં ટ્રેનોની ગતિમાં વધારો કરાયો 1 - image

Western Railways : પશ્ચિમ રેલવેના વડોદરા વિભાગ હેઠળ આવતા પ્રતાપનગર–જોબટ સેક્શન પર 7 ટ્રેનો અને આણંદ–ગોધરા સેક્શન પર 2 મેમૂ ટ્રેનોની મંજૂર ગતિમાં વધારો કરવામાં આવ્યો છે. પરિણામે સંબંધિત ટ્રેનોના મુસાફરી સમયમાં ઘટાડો થયો છે.

વડોદરા વિભાગમાં પ્રતાપનગર–જોબટ રેલખંડ પર ગતિમાં વધારાના પરિણામે ટ્રેન નંબર છોટાઉદેપુર–પ્રતાપનગર પેસેન્જરના મુસાફરી સમયમાં લગભગ 20 મિનિટની બચત થઈ છે, જ્યારે પ્રતાપનગર–જોબટ પેસેન્જરમાં 10 મિનિટની બચત શક્ય બની છે. આ ઉપરાંત  જોબટ–પ્રતાપનગર પેસેન્જર, અલીરાજપુર–પ્રતાપનગર પેસેન્જર, પ્રતાપનગર–છોટા ઉદેપુર પેસેન્જર, પ્રતાપનગર–છોટા ઉદેપુર પેસેન્જર તેમજ પ્રતાપનગર–અલીરાજપુર પેસેન્જરના મુસાફરી સમયમાં 5 મિનિટની બચત થઈ છે.

તે જ રીતે, આણંદ–ગોધરા રેલખંડ પર ગતિમાં વધારો થવાથી આણંદ–ગોધરા મેમૂના મુસાફરી સમયમાં 10 મિનિટ અને ગોધરા–આણંદ મેમૂના મુસાફરી સમયમાં 5 મિનિટની બચત શક્ય બની છે.