Gujarat

ચૂંટણી પહેલા વાણી વિલાસ , ભલે અમે ઓછા થયા ખાડીયાને પાકિસ્તાન બનવા નહીં દઈએ

By GS TEAM
7 Apr 20261 min read
ચૂંટણી પહેલા વાણી વિલાસ , ભલે અમે ઓછા થયા ખાડીયાને પાકિસ્તાન બનવા નહીં દઈએ

  અમદાવાદ,મંગળવાર, 7 એપ્રિલ,2026

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી પહેલા રાજકીય વાણી વિલાસ શરુ થઈ ગયો છે. ખાડીયાના પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટે એક કાર્યક્રમમા ભલે અમે ઓછા થઈ ગયા પરંતુ ખાડીયાને પાકિસ્તાન બનવા નહીં દઈએ.મોટાભાગની પોળો ખાલી થઈ ગઈ હોવા છતાં પૂર્વ ધારાસભ્યે ખાડીયા ખંડિત નહીં થાય એવો દાવો કરતો વિડીયો સોશિયલ મિડીયામા વાઈરલ થયો છે.

૧૯૭૨થી ખાડીયા ભાજપનો ગઢ રહયુ છે. ચૂંટણી આવે છે એટલે યેનકેન પ્રકારે તેઓ ભાજપને બદનામ કરવાના પ્રયાસ કરે છે પણ અમે ખાડીયાને પાકિસ્તાન બનવા નહીં દઈએ એવુ ખાડીયાના પૂર્વ ધારાસભ્યનુ નિવેદન તેમના જ ખાડીયા વોર્ડમાં હાસ્યાસ્પદ બની રહયુ છે. ખાડીયામાં હાલમા પણ પોળોમા રહેતા રહીશોમાંથી મળતી પ્રતિક્રીયા મુજબ, પોળોમાં કોમર્શિયલ બાંધકામ થવા દીધા, મોટાભાગની પોળો ખાલી થઈ ગઈ ત્યાં સુધી પૂર્વ ધારાસભ્ય કયાં હતા.ખાડીયાની પોળો સુધી ૧૦૮ પણ સરળતાથી જઈ શકતી નથી. અનેક વિસ્તારમાં પ્રદૂષિત પાણી હાલમા પણ આવે છે આ બધી સમસ્યા વીસ વર્ષથી તેમનો જ ભાજપ કોર્પોરેશનમાં સત્તા ઉપર હોવા છતાં ઉકેલી નહીં શકનાર પૂર્વ ધારાસભ્ય હવે ખાડીયાના નામે ગમે તેવા નિવેદન કરી તેમની અને ખાડીયા વોર્ડની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડી રહયા છે.પૂર્વ ધારાસભ્યે કાર્યક્રમમા ત્યાં સુધી કહયુ હતુ કે, એ લોકો આવે તો કહી દેવાનુ અમે એક છીએ.જયશ્રી રામ.