Get The App

૧૦૧ વિસ્તારોમાં ખાસ મતદાર સેવા કેમ્પનું આયોજન કરાયું

પરત મળેલા ગણતરી ફોર્મની ડિઝીટાઇઝેશનની કામગીરી શરૃ

Updated: Nov 14th, 2025

GS TEAM

Google News
Google News
૧૦૧ વિસ્તારોમાં ખાસ મતદાર સેવા કેમ્પનું આયોજન કરાયું 1 - image

વડોદરા,વડોદરામાં કેટલાક સ્થળે આખી સોસાયટી સ્થળાંતરિત થવા કે રિડેવલપમેન્ટ ચાલતી હોય એવી સોસાયટી માટે ખાસ મતદાર સેવા કેમ્પ આયોજન કરવામાં આવ્યું હોવાનું જિલ્લા ચૂંટણી અધિકારીએ જણાવ્યું છે.

 છેલ્લા ત્રણ દિવસ દરમિયાન મોટા પ્રમાણમાં ફોર્મ્સ પ્રાપ્ત થયા છે.આજથી તેમની ડિજિટાઇઝેશન પ્રક્રિયા પણ શરૃ કરવામાં આવી છે. શહેરમાં વસ્તી વધારે હોવાથી ખાસ વ્યવસ્થા રૃપે ૧૦૧ વિસ્તારોમાં  તા. ૧૫ ,૧૬,૨૨ અને ૨૩ ના રોજ  ખાસ કેમ્પનું આયોજન કરાયું છે.  આ કેમ્પ સવારે ૯  થી બપોરે ૧ વાગ્યા સુધી કાર્યરત રહેશે. 

જે મતદારોને ફોર્મ મળ્યું ન હોય અથવા જેમને  મેચિંગની પ્રક્રિયામાં મુશ્કેલી પડતી હોય, તેઓ આ કેમ્પોનો લાભ લઈ શકશે. મતદારો તેમના ફોર્મ પણ આ કેન્દ્રોમાં જમા કરાવી શકશે.