Get The App

ફાગણ ફેરીના અવસરે પાલિતાણાથી બાંદ્રા ટર્મિનસ વચ્ચે ખાસ ટ્રેન દોડશે

Updated: Feb 21st, 2026

GS TEAM

Google News
Google News
ફાગણ ફેરીના અવસરે પાલિતાણાથી બાંદ્રા ટર્મિનસ વચ્ચે ખાસ ટ્રેન દોડશે 1 - image

- જૈન યાત્રિકોની ભીડને ધ્યાનમાં રાખી પશ્ચિમ રેલવેનો નિર્ણય

- મુસાફરોએ વધુ ભાડું ચૂકવવું પડશે, બન્ને દિશામાં 10 સ્ટેશન પર રેલગાડી ઉભી રહેશે

ભાવનગર : ફાગણ ફેરીના અવસરે જૈન યાત્રિકોની ભીડને ધ્યાનમાં રાખી પશ્ચિમ રેલવે દ્વારા પાલિતાણાથી બાંદ્રા ટર્મિનસ વચ્ચે સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવશે.

યાત્રિયોની સુવિધા અને ફાગણ ફેરીના અવસરે જૈન તીર્થભૂમિ પાલિતાણામાં આવનારા શ્રદ્ધાળુઓની વધારાની ભીડને ધ્યાનમાં રાખી તા.૨૭-૨ને શુક્રવારે રાત્રે ૯-૪૫ કલાકે બાંદ્રાથી ખાસ ટ્રેન પ્રસ્થાન કરી બીજા દિવસે બપોરે ૧૨ કલાકે પાલિતાણા પહોંચશે. તે જ રીતે તા.૧-૩ને રવિવારે રાત્રે ૮ કલાકે પાલિતાણાથી પ્રસ્થાન કરી બીજા દિવસે બપોરે ૧૨ કલાકે બાંદ્રા ટર્મિનસ પહોંચશે. આ ટ્રેન બન્ને દિશામાં સિહોર, સોનગઢ, ધોળા, બોટાદ, અમદાવાદ, વડોદરા, સુરત, વલસાડ, વાપી અને બોરીવલી સ્ટેશન પર રોકાશે. ટ્રેનમાં સેકન્ડ એસી, થર્ડ એસી, સ્લીપર ક્લાસ, જનરલ સેકન્ડ ક્લાસના કોચ ઉપલબ્ધ રહેશે. બન્ને ટ્રેનનું બુકિંગ તા.૨૧-૨ને શનિવારથી તમામ મુસાફર આરક્ષણ કેન્દ્રો અને આઈઆરસીટીસીની વેબસાઈટ પર શરૂ થશે તેમ વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધકે જણાવ્યું છે.