અમદાવાદ – શેખપુરા વચ્ચે સ્પેશ્યલ ટ્રેનદોડશે

પશ્ચિમ રેલ્વે દ્વારા દિવાળી પર્વને ધ્યાનમાં રાખી અમદાવાદ - શેખપુરા વચ્ચે ખાસ ભાડા પર સ્પેશ્યલ ટ્રેન દોડાવવાનો નિર્ણય કર્યો છે. આ ટ્રેન તા. ૧૮ અને ૨૩ ઓક્ટોબરે બપોરે ૩:૨૦ કલાકે ઉપડશે. અને ત્રીજા દિવસે સવારે ૪ કલાકે શેખપુરા પહોંચશે. તે જ રીતે શેખપુરાથી તા.૨૦ અને ૨૫ ઓક્ટોબરે સવારે ૬:૩૦ કલાકે ઉપડશે. અને ત્રીજા દિવસે રાત્રે ૮ કલાકે અમદાવાદ પહોંચશે. આ ટ્રેન બંને દિશામાં નડિયાદ, આણંદ, છાયાપુરી, ગોધરા સહિતના સ્ટેશનો પર રોકાશે.