Gujarat

24 મીએ પાલિતાણાથી બ્રાંદ્રા સ્પેશિયલ ટ્રેન દોડાવાશે

By GS TEAM
22 Nov 20251 min read
24 મીએ પાલિતાણાથી બ્રાંદ્રા સ્પેશિયલ ટ્રેન દોડાવાશે

- મુસાફરોની માંગ અને સુવિધા માટે

- સ્પેશિયલ ટ્રેનમાં એસએલઆરડી કોચ અનારક્ષિત રહેશે, 22 મીથી બુકિંગ શરૂ થશે

ભાવનગર : મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને રેલવે વિભાગ દ્વારા આગામી ૨૪ નવેમ્બરના રોજ પાલીતાણાથી બાંદ્રા ટમનસ સુધી સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવશે તેમજ ૨૨ નવેમ્બરથી ટિકિટનું શરૂ થશે તેમ રેલ્વેના સૂત્રોએ જણાવ્યું હતું.

યાત્રિકોની માંગ અને સુવિધા માટે પશ્ચિમ રેલવે દ્વારા બાંદ્રા ટમનસ અને પાલીતાણા સ્ટેશનો વચ્ચે વિશેષ ભાડા પર આગામી ૨૪ નવેમ્બરના રોજ સ્પેશિયલ ટ્રેન ચલાવવામાં આવશે, જેનું બુકિંગ ૨૨મી નવેમ્બરના રોજથી શરૂ થશે. આ ટ્રેનનો એસએલઆરડી કોચ અનારક્ષિત રહેશે, જેના માટે ટિકિટ યુટીએસ કાઉન્ટર પરથી ઉલ્બધ્ધ થઈ શકશે અને આ કોચમાં સુપરફાસ્ટ મેઈલ, એક્સપ્રેસનો ભાડું લગાવવામાં આવશે. બાંદ્રા ટમનસ-પાલીતાણા સુપરફાસ્ટ સ્પેશિયલ રવિવાર, ૨૩ નવેમ્બર, ૨૦૨૫ના રોજ ૧૯.૨૫ કલાકે બાંદ્રા ટમનસથી ઉપડશે અને બીજા દિવસે સવારે ૦૯.૨૫ કલાકે પાલીતાણા પહોંચશે. તેવી જ રીતે, પાલીતાણા-બાંદ્રા ટમનસ સુપરફાસ્ટ સ્પેશિયલ સોમવાર, ૨૪ નવેમ્બર, ૨૦૨૫ના રોજ પાલીતાણાથી ૨૦.૩૦ કલાકે ઉપડશે અને બીજા દિવસે સવારે ૧૦.૪૫ કલાકે બાંદ્રા ટમનસ પહોંચશે.

ટ્રેનમાં થર્ડ એસી અને સ્લીપર કોચ જોડવામાં આવશે

આ ટ્રેન બોરીવલી, પાલઘર, વાપી, વલસાઢ, નવસારી, સુરત, વડોદરા, આણંદ, અમદાવાદ, બોટાદ, ધોળા, સોનગઢ અને સિહોર (ગુજરાત) સ્ટેશનો પર બંને દિશામાં ઉભી રહેશે. આ ટ્રેનમાં થર્ડ એસી અને સ્લીપર કોચ હશે.