ભાવનગરથી મુંબઈ સેન્ટ્રલ માટે સ્પેશિયલ ટ્રેન 28 આગસ્ટે દોડાવશે
- પર્યુષણ પર્વ દરમિયાન થતી ભીડને પહોંચી વળવા
- ટિકિટ બુકિંગ 25 ઓગસ્ટ આરક્ષણ કેન્દ્રો તથા વેબસાઇટ પરથી શરૂ થશે
ભાવનગર મંડળના વરિ મંડળ વાણિજ્ય પ્રબંધકના જણાવ્યા મુજબ ભાવનગર ટમનસ-મુંબઈ સેન્ટ્રલ સુપરફાસ્ટ સ્પેશિયલ મુંબઈ સેન્ટ્રલ - ભાવનગર ટમનસ સુપરફાસ્ટ સ્પેશિયલ ૨૭ આગસ્ટ, ૨૦૨૫ (બુધવાર)ના રોજ મુંબઈ સેન્ટ્રલથી બપોરે ૧૨.૦૦ વાગ્યે પ્રસ્થાન કરશે અને બીજા દિવસે સવારે ૦૫.૪૫ વાગ્યે ભાવનગર ટમનસ પહોંચશે.આ ટ્રેન ભાવનગર ટમનસ મુંબઈ સેન્ટ્રલ સુપરફાસ્ટ સ્પેશિયલ ૨૮ આગસ્ટ, ૨૦૨૫ (ગુરૂવાર)ના રોજ ભાવનગર ટમનસથી સાંજે ૧૭.૪૫ વાગ્યે પ્રસ્થાન કરશે અને બીજા દિવસે સવારે ૦૭.૩૦ વાગ્યે મુંબઈ સેન્ટ્રલ પહોંચશે. આ ટ્રેન બંને દિશામાં સિહોર (ગુજરાત), સોનગઢ, ધોલા, બોટાદ, વિરમગામ, અમદાવાદ, આણંદ જં., વડોદરા, સુરત, વલસાડ, વાપી, પાલઘર અને બોરીવલી સ્ટેશનો પર રોકાશે. ટ્રેનમાં એસી. ૨-ટિયર, એસી. ૩-ટિયર અને સ્લીપર શ્રેણીના કોચ જોડવામાં આવશે.ટિકિટોની બુકિંગ ૨૫ ઓગસ્ટ ૨૦૨૫ (સોમવાર) બપોરે ૧૫.૦૦ વાગ્યે થી યાત્રી આરક્ષણ કેન્દ્રો તથા આઈઆરસીટીસીની વેબસાઇટ પર શરૂ થશે.