રક્ષાબંધન પર્વે બાંદ્રા- ભગત કી કોઠી વચ્ચે સ્પેશિયલ ટ્રેન દોડાવાશે
વેસ્ટર્ન રેલવે દ્વારા રક્ષાબંધન પર્વે મુસાફરોની માંગને પહોંચી વળવા બાંદ્રા ટર્મિનલ અને ભગત કી કોઠી સ્ટેશનો વચ્ચે ખાસ ભાડા પર એક વિશેષ ટ્રેન દોડાવવામાં આવશે.
ટ્રેન નં. 04828 બાંદ્રા ટર્મિનસ-ભગત કી કોઠી સ્પેશિયલ સોમવાર, 11 ઓગસ્ટના રોજ બાંદ્રા ટર્મિનલથી સવારે 10:30 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે સાંજે 4:30 વાગ્યે ભગત કી કોઠી પહોંચશે. તેવી જ રીતે, ટ્રેન નં. 04827 ભગત કી કોઠી-બાંદ્રા ટર્મિનલ રવિવાર 10 ઓગસ્ટએ ભગત કી કોઠીથી બપોરે 2:30 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે સવારે 07:25 વાગ્યે બાંદ્રા ટર્મિનલ પહોંચશે. આ ટ્રેન બંને દિશાઓમાં બોરીવલી, વાપી, સુરત, ભરૂચ, વડોદરા, સાબરમતી, મહેસાણા, પાલનપુર, આબુ રોડ, પિંડવાડા, જવાઈ બાંધ, ફાલના, રાની, મારવાડ, પાલી મારવાડ અને લુની સ્ટેશન પર ઉભી રહેશે.