Gujarat

મતદાર યાદીની સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત બોટાદમાં ખાસ ઝુંબેશ

By GS TEAM
27 Dec 20251 min read
મતદાર યાદીની સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત બોટાદમાં ખાસ ઝુંબેશ

- જરૂરી ફોર્મ ભરવાની સુવિધા પણ ઉપલબ્ધ રહેશે

- બોટાદ જિલ્લામાં તા. 27 અને 28 ડિસેમ્બર દરમિયાન તમામ મતદાન મથકો પર ખાસ ઝુંબેશ યોજાશે

બોટાદ : ચૂંટણી પંચ દ્વારા તા.૧-૧-૨૦૨૬ ની લાયકાત તારીખને આધારે મતદારયાદીની ખાસ સઘન સુધારણા કાર્યક્રમ જાહેર કરાયો છે. જે અંતર્ગત તા. ૨૭ અને ૨૮ ડિસેમ્બરે સવારે ૧૦ થી સાંજે ૫ દરમિયાન બોટાદ જિલ્લામાં મતદાન મથકો પર ખાસ ઝુંબેશ યોજાશે. 

આ કાર્યક્રમ અંતર્ગત હક્ક- દાવા અને વાંધા અરજીઓ રજૂ કરવાનો સમયગાળો તા.૧૯ થી તા. ૧૮ જાન્યુ.સુધી નિર્ધારિત કરાયો છે.જે દરમિયાન મતદારો મુસદ્દા મતદારયાદીમાં પોતાનું નામ ચકાસી શકશે. જેમનાં નામ મતદારયાદીમાં મેપ થયેલાં નથી તેવા મતદારો પોતાનું તેમજ પિતા,માતા,દાદા,દાદીના ઓળખ પુરાવા રજૂ કરી શકે છે. આ દરમિયાન નવા મતદારો માટે મતદાર યાદીમાં નામ નોંધણી, નામમાં સુધારા-વધારા તેમજ મતદારયાદીમાંથી નામ કમી કરાવવા માટે જરૂરી ફોર્મ ભરવાની સુવિધા પણ ઉપલબ્ધ રહેશે. ખાસ કરીને તા.૧-૦૧-૨૦૨૬ ના ૧૮ વર્ષ પૂર્ણ કરનાર પાત્ર બોટાદ શહેર અને જિલ્લાના નાગરિકોને મતદારયાદીમાં સમાવિષ્ટ કરવા માટે આ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.