મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં નડિયાદ પાસે હાઇવે પર 100 મીટર લાંબા સ્ટીલ બ્રીજનો બીજો સ્પાન લોન્ચ
Bullet Train Project : મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે 2 x 100 મીટર લાંબા સ્ટીલ બ્રીજનો બીજો 100 મીટર સ્પાન સફળતાપૂર્વક નડિયાદ નજીક એનએચ-48 પર લોન્ચ કરવામાં આવ્યો છે. આ સ્ટીલ બ્રીજનો પહેલો 100 મીટરનો સ્પાન એપ્રિલ 2025ના મહિનામાં પૂર્ણ થયો હતો. ગુજરાતમાં આયોજન કરાયેલા 17 સ્ટીલના બ્રીજોમાંથી આ નવમો સ્ટીલ બ્રીજ પૂર્ણ થયો છે.
100 મીટરના બે સ્પાનનો સમાવેશ કરતો આ સ્ટીલ બ્રીજઅંદાજે 2884 મેટ્રિક ટન વજનનો છે, તેની ઊંચાઈ 14.6 મીટર અને પહોળાઈ 14.3 મીટર છે. આ સ્ટીલ બ્રીજને 100 વર્ષના આયુષ્ય માટે ડિઝાઇન કરવામાં આવ્યા છે. આ લોન્ચિંગનું આયોજન એવા શેડ્યૂલ સાથે કરવામાં આવ્યું હતું કે જેથી વ્યસ્ત હાઈવે પર ટ્રાફિકનું પ્રવાહ સરળ રહે અને માર્ગ ઉપયોગકર્તાઓને ઓછામાં ઓછી અસુવિધા થાય. સમગ્ર કોરિડોર માટે કુલ 28 સ્ટીલ ના બ્રીજનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાંથી 11 સ્ટીલના બ્રીજ મહારાષ્ટ્રમાં અને 17 સ્ટીલ બ્રીજ ગુજરાતમાં છે.