સ્પા સેન્ટરમાં આફ્રિકન યુવતીઓ પાસે મસાજના નામે દેહવિક્રયનો કારોબાર
વિસતમાં આવેલા શુકન મોલમાં સ્પા અને હોટલના સંચાલકો બેફામ બન્યા
ટુરીસ્ટ વિઝા પર આવતી આફ્રિકન યુવતીઓ પાસેથી મસાજના વ્યવસાય કરાવવામાં આવે છેઃ શુકન હોટલમાં આવેલી કુમકુમ હોટલના રૂમમાં ગેસ્ટના બદલે યુવતીઓ હોવાનો વિડીયો વાયરલ
અમદાવાદ,સોમવાર
અમદાવાદમાં મસાજ પાર્લરના નામે બેરોકટોક રીતે દેહવિક્રયના કારોબાર ચલાવવામાં આવે છે. પરંતુ, પોલીસ અને સંચાલકોની મિલીભગતને કારણે સ્પામા ગેરકાયદે પ્રવૃતિ બેરોકટોક ચાલી રહી છે. ત્યારે વિસતમાં વેલ્વેટ વેલી સ્પાનો એક વિડીયો સામે આવ્યો છે. જેમાં સ્પા સેન્ટરનો સંચાલકોએ તો હદ વટાવીને તેમને ત્યાં આફ્રિકન યુવતીઓનો ઉપયોગ કરીને મસાજની આડમાં દેહવિક્રયનો કારોબાર ચલાવવામાં આવી રહ્યો છે. અમદાવાદમાં અંદાજે એક હજારથી વધારે નાના મોટા સ્પા સેન્ટર આવેલા છે. જેમાં થેરાપીસ્ટના નામે યુવતીઓને મસાજ નામે નોકરી પર રાખવામાં આવે છે.
પરંતુ, મોટાભાગ સ્પા સેન્ટરમાં દેહવિક્રયનો કારોબાર ચલાવવામાં આવે છે. અમદાવાદમાં અગાઉ અનેક સ્પા સેન્ટરમાં વિદેશી યુવતીઓ ઝડપાઇ ચુકી છે. તેમ છતાંય, સ્પા સંચાલકો પોલીસની મિલીભગતથી મસાજ પાર્લરનો ધીકતો ધંધા કરી રહ્યા છે.
(વેલ્વેટ સ્પાનો સંચાલક)
ત્યારે શુકન મોલમાં આવેલા કુમકુમ ગેસ્ટ હાઉસનો વિડીયો પણ સામે આવ્યો છે. જેમાં એક ગ્રાહક જ્યારે ગેસ્ટ હાઉસમાં જાય છે. ત્યારે તેને એક પછી એક રૂમ ખોલીને તેને યુવતીઓ બતાવે છે. ત્યારે શુકન મોલમાં સ્પા અને ગેસ્ટ હાઉસમાં ચાલતા કારોબારથી પોલીસ પણ શંકાના ઘેરાવામાં આવી છે.
શહેરના વિસતમાં આવેલા શુકન મોલમાં આવેલા કુમકુમ ગેસ્ટ હાઉસનો એક વિડીયો બહાર આવ્યો છે. જેમાં ગ્રાહક આવે છે. ત્યારે હોટલનો મેનેજર તેને હોટલના દરેક રૂમને ખોલીને ગ્રાહકને બતાવે છે અને ભાવ પણ આપે છે. સૌથી નવાઇની વાત એ છે કે આ હોટલનો સંચાલક ખાતરી આપે છે કે પોલીસની ચિંતા કરવાની જરૂર નથી. ત્યારે પોલીસની કામગીરી પર પણ સવાલ ઉભા થયા છે કે હોટલના દરેક રૂમમાં ગેસ્ટ નહી પણ સંચાલક યુવતીઓને રાખે છે, તેમ છતાંય, કોઇ કાર્યવાહી કરવામાં નથી આવતી ત્યારે પોલીસની ભાગીદારી હોવાનુ સુત્રો દ્વારા જાણવા મળ્યું છે. સાથેસાથે વિગતો એવી પણ સામે આવી છે કે કુમકુમ હોટલો સંચાલક એક્સ આર્મી અધિકારી છે અને જેનો સંબધ સ્પેશીયલ ઓપરેશન ગ્રુપ સાથે તેમજ ચાંદખેડા પોલીસ સાથે સીધો હોવાથી તે બેરોકટોક રીતે કાળો કારોબાર કરી રહ્યો છે. તેની ભાગીદારી અન્ય ગેસ્ટ હાઉસમાં પણ છે.
(કુમકુમ હોટલનો કર્મચારી)
શહેરના વિસત શુકન મોલમાં આવેલા વેલ્વેટ વેલી સ્પાનો એક ચોકાવનારો વિડીયો સામે આવ્યો છે. જેમા સ્પાનો સંચાલક તેને ત્યાં કામ કરતી યુવતીઓ અંગે ગ્રાહક સાથે વાત કરે છે અને આફ્રિકન યુવતીનો ઉલ્લેખ કરે છે અને સાડા ત્રણ હજારમાં ફુલ સર્વિસની ઓફર કરે છે. બાદમાં ગ્રાહક ભાવતાલ કરે છે ત્યારે તે અઢી હજારમાં છેલ્લી ઓફર આપે છે. આમ, મસાજ સેન્ટરમાં ચાલતા કૌભાંડની વધુ એક ચોંકાવનારી વિગતો સામે આવી છે. પરંતુ, પોલીસની મિલીભગતને કારણે મસાજ સેન્ટરના નામે કાળા કારોબાર રોકવામાં આવતો નથી. ત્યારે આ સ્પા સેન્ટરમાં પોલીસની ભાગીદારીનું સામે આવ્યું છે.